ગાંધીનગરગુજરાત

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સૌથી વધુ રખડતાં ઢોરોની સમસ્યા વકરી

ગાંધીનગર કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે સ્માર્ટ સિટી કહેવાતા ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર અને આંતરિક માર્ગો પર રખડતા ઢોરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. કડક કાયદાની સુફિયાણી વાતો સાથે મ્યુનિસિપલ વહીવટીતંત્રએ હથિયાર હેઠા મુક્યા છે અને રખડતા ઢોરની નજરે ગાંધીનગર શહેરને બાનમાં લીધું છે. ત્યારે રખડતા ઢોરથી છુટકારો અપાવવા શહેરીજનો માંગ કરી રહ્યા છે.

ગાંધીનગરર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ નાગરિકો પાસેથીકરોડો રૂપિયાની ઉઘરાણી કરીને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ મનપા તંત્રની કામગીરી સામે હાલમાં નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરનો દબદબો હોવા છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ખાડા, ડિસ્કો રોડ, ગંદકીની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. છેલ્લા કેટલાય સમયથી અચાનક મોટી સંખ્યામાં રખડતા ઢોર જાહેર અને આંતરિક માર્ગો પર રખડતા હોય છે.

  ન્યુ ગાંધીનગર વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે. વહેલી સવારથી જ ઢોર ટોળામાં રસ્તા પર રખડતા હોય છે જેના કારણે શહેરીજનોને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડે છે. રાયસણમાં મિની કમલમ તરીકે ઓળખાતા ભૈરવનાથ પાર્ટી પ્લોટ વિસ્તારના બે કિલોમીટર વિસ્તારમાં સવારના સમયે ઢોર રસ્તાઓ પર રખડતા હોય છે અને હારબંધ બેસી જાય છે. રખડતા કૂતરાઓની ફોજ પણ રસ્તાઓ પર ફરવા લાગી છે. તેમ છતાં કોર્પોરેશન તંત્રના પેટનું પાણી હલતું નથી. નવાઈની વાત એ છે કે મેયર, ડેપ્યુટી અને સ્ટેન્ડિંગ ચેરમેન અવારનવાર રાયસણના ભાજપ કાર્યાલયની મુલાકાત લેતા હોવા છતાં કોઈને કોઈ કારણસર રસ્તાઓ પર રખડતા ઢોરની નોંધ પદાધિકારીઓ પણ કરતા નથી.કલેકટરના આદેશનો પણ તંત્ર દ્વારા કડક અમલ થતો નથીબીજી તરફ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જાહેરમાં ઘાસચારો વેચવા, તેનો સંગ્રહ કરવા અને પશુઓને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં કલેકટરના આદેશનો પણ તંત્ર દ્વારા કડક અમલ થતો નથી. જેના કારણે રાયસણ વિસ્તારમાં ઘાસચારો વેચવાની પ્રવૃતિઓ ફૂલીફાલી છે. આથી ગાંધીનગર શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવા મનપા તંત્ર સમક્ષ નાગરિકો માંગ કરી રહ્યા છે.

 આ અંગે શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે ઠેર-ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવા સંજોગોમાં પશુપાલકો ઢોરને મુક્ત છોડી દેતાં રસ્તાઓ પર ઢોર અને કૂતરાઓ ટોળાંઓમાં રખડતા થયા છે. તેમાંથી મુક્તિ મળે તેવી માંગ ઉઠી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x