સરકારી ઓફિસોમાં કામ કરાવવા માટે ચાલતું એજન્ટરાજ બંધ કરાવો: હાઇકોર્ટ
સરકારી અધિકારીઓના નામે ચાલતા એજન્ટોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરો. બનાસકાંઠામાં પિતા-પુત્રએ કલેકટર ઓફિસમાં ચાલતા એજન્ટોના કારનામાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુક્યો હતો. અરજદાર પિતા-પુત્રએ રજૂઆત કરી હતી કે, અરજદારો પણ એજન્ટ દ્વારા થતી છેતરપિંડીનો ભોગ બન્યા છે. એજન્ટોએ તેમની સામે રૂઆબ જમાવતા કહ્યું હતું કે, અમારે ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે ઘરોબો છે તમારું કામ પતી જશે. પરતું એજન્ટે પૈસા પડાવી લીધા હતા અને કામ કર્યુ નહોતું. તેથી બંનેએ સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો હતો. જેના લીધે મામલતદારે બંને વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
જેમા બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય લેવાયો હતો.સરકારી ઓફિસોમાં કામ કરાવવા માટે ચાલતું એજન્ટરાજ બંધ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. જેમાં રજૂઆત કરાઇ હતી કે, સરકારી ઓફિસોમાં કામ માટે આવતાં સામાન્ય લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા બની રહ્યા છે. હાઇકોર્ટે ચીફ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને ઉદ્દેશીને એવો નિર્દેશ કર્યો છે કે સરકારી ઓફિસોમાંથી એજન્ટ રાજ બંધ કરાવો.સ્થાનિક લોકોના વિવાદ બાદ બદનક્ષીની કાર્યવાહી પાછી ખેંચી લીધી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે સામાન્ય નાગરિકોને સરકારી કામ કરાવવા માટે એજન્ટનો સહારો લેવો પડે તે યોગ્ય નથી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, નાગરિકોના હિતને વિચારીને સરકારે એજન્ટ પાસે કામ નહીં કરાવવા દરેક કચેરીમાં બોર્ડમાં મુકવા જોઇએ.