ગુજરાત

ગુજરાતના 40 હજારથી વધુ ડોક્ટરોની હડતાળ, ઈમર્જન્સી સેવાઓ પણ બંધ રાખશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUવાને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા હડતાળનો ખૂબ જ મજબૂત અને કડક રીતે તેનો અમલ કરવામાં આવશે.

ગુજરાતના 40 હજારથી વધુ ડોકટરો ઇમરજન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ કરવાના છે.આવતીકાલે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર જવાના છે. ત્યારે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આવતીકાલે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડશે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય.રાજ્યમાં ડોક્ટરો દ્વારા 22મી જુલાઈના રોજ હડતાલ કરવામાં આવશે. જેમાં ઇમરજન્સી અને OPD સેવાઓ બંધ રાખવામાં આવનાર છે. જેથી ઇમરજન્સીમાં દર્દીઓએ આવતીકાલે ખાનગી હોસ્પિટલોમાં જવાની જગ્યાએ અથવા અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રહેશે. પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ કરવાની તેમજ અન્ય સારવાર બંધ રાખવામાં આવનાર છે.

ડોક્ટરો દ્વારા આવતીકાલે શુક્રવારે હડતાલના કારણે હજારો ઓપરેશનો રદ કરવા પડ્યા છે. ઈમરજન્સીમાં કોઈ ઘટના બને ત્યાં જો ઓપરેશન કે સર્જરી કરવાની થશે તો ખાનગી હોસ્પિટલોમાં થઈ શકશે નહીં.અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ કહ્યું કે માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ક્યાંય ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. હડતાળ દરમિયાન દર્દીઓએ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઈમરજન્સી અથવા OPDની સારવાર લઈ શકશે. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે જે સમજવા જોઈએ. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. દર્દીઓના સગા અને OPDમાં આવતા દર્દીઓની અવરજવર લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x