રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે
રાજ્યભરની 1000 પ્રાથમિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સીસી કેમેરા ફીટ કરવામાં આવશે. જેના માટે વર્ષ-2022-23માં ઇડીએન-3.3 અંતર્ગત આ યોજના મંજુર કરી છે. તેના માટે ટીઆરપી દ્વારા તાલુકાકક્ષાની શાળાઓની ચોક્કસાઇ કરીને શાળા ચકાસણીનો રિપોર્ટ આપવાનો રહેશે. ત્યારબાદ શાળાઓની પસંદગી કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાની યોજનાને નાણાંકિય વર્ષ-2022-23ના ઇડીએન-3.3 અંતર્ગત મંજુર કરવામાં આવી છે. જોકે સીસી કેમેરા માટે પ્રથમ તબક્કામાં રાજ્યભરની માત્ર 1000 શાળાઓની જ પસંદગી કરવામાં આવનાર છે. તેના માટે શાળા ચકાસણી રિપોર્ટ ટીઆરપી પાસેથી મેળવવામાં આવશે.રિપોર્ટમાં સબંધિત શાળાના આચાર્ય, શાળાની ચકાસણી કરનાર ટીઆરપી, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સહી સિક્કા લેવામાં આવશે. જોકે ટીઆરપી તરફથી શાળાનો રિપોર્ટ આગામી તારીખ 8મી, ઓગસ્ટ સુધી મોકલી આપવાનો રહેશે. જોકે રિપોર્ટની સાથે શાળાનો લે-આઉટ પ્લાન મોકલવાનો રહેશે.
જોકે સીસી કેમેરા ફીટ કરવાના પ્રોજેક્ટમાં જે તાલુકાઓમાં શાળાની સંખ્યા ઓછી હોય તેવા તાલુકાના ટીઆરપીને વધુ શાળાઓ હોય અને ટીઆરપીનો નજીકનો તાલુકો હાય તેમાં પણ શાળાની ચકાસણીનું આયોજન કરવાનુું રહેશે. જોકે શાળાઓની ચકાસણી કામગીરી યોગ્ય રીતે અને સમય મર્યાદામાં કરવાની રહેશે. જો સમય મર્યાદમાં શાળાઓની ચકાસણી કરીને તેનો રિપોર્ટ આપવામાં નહી આવે તો તેના માટે સંપુર્ણ જવાબદારી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પ્લાન) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે તેવો શિક્ષણ વિભાગના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા ફીટ કરવાની યોજના મંંજૂર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં એક હજાર શાળાની પસંદગી કરવામાં આવી છે. જેના માટે શાળા ચકાસણી રિપોર્ટ મોકલવાનો રહેશે.