ગુજરાતમાં CNGના ભાવ વધ્યા, અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવા લાગ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે આડશે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવા લાગ્યા છે. ગુજરાતમાં CNGના ભાવ વધ્યા, અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યોઅદાણીએ ગુજરાતમાં ફરી એકવાર CNGના ભાવમાં વધારો કર્યો છે.
CNG ગેસના ભાવમાં 1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સીએનજીનો જૂનો ભાવ આજથી 83.90 રૂપિયાથી વધારીને 85.89 રૂપિયા કરવામાં આવશે. આ નવી કિંમત આજથી લાગુ થશે. જેથી નાગરિકોના ખિસ્સા પર પણ ભારણ વધશે.દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રાંધણગેસ, શાકભાજી, દૂધ સહિતના ખાણી-પીણીના ભાવ સતત વધી રહ્યા છે. મોંઘવારીથી લોકો ત્રસ્ત છે.
જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. હવે અદાણીએ ગેસના ભાવમાં વધારો કર્યો છે.દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામોની અસર ભાવ પર પડવા લાગી છે. વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો, તેલના ઊંચા ભાવની વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, જેથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. અદાણીએ આજથી ગુજરાતમાં CNGમાં નવો ભાવ વધારો લાગુ કર્યો છે.