10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ધોરણ 10નું 24.72 ટકા પરિણામ આવ્યું છે.
આ પરીક્ષામાં કુલ 158686 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 140509 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 34738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો 24.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહિલા વિદ્યાર્થીઓનું પરિણામ 26.25 ટકા જ્યારે પુરુષ વિદ્યાર્થીઓનું પરિણામ 23.72 ટકા છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે 20 ટકા પાસના ધોરણે પાસ થયેલા 189 વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.2286 ધોરણ ગણિત સાથે ખાસ ઉમેદવારો પાસમાર્ચ એપ્રિલ 2022 માં મૂળભૂત ગણિત સાથે પાસ થયેલા ઉમેદવારો જેમણે ધોરણ ગણિત સાથે વિશેષ ઉમેદવારો તરીકે પરીક્ષા માટે નોંધણી કરાવી છે. આવા 3367 ઉમેદવારો પૈકી 3191 ઉમેદવારો હાજર રહ્યા હતા.
જેમાંથી પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 2286 છે.ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું 62.72 ટકા પરિણામધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા આવ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત પૂરક પરીક્ષામાં આટલું ઊંચું પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23494 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહિલા વિદ્યાર્થીઓનું પરિણામ 68.93 ટકા જ્યારે પુરૂષ વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા છે.