મ.દે.ગ્રામસેવા સાદરા ખાતે એન્ટી રેગિંગ સેલ દ્વારા રેગિંગની ગંભીરતા અને કાનૂની સજાગતા વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એકમ અને એન્ટિ રેગિંગ સેલ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે એન્ટી રેગિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એન્ટી રેગિંગ સેલના સભ્ય ડૉ. અમરેન્દ્ર પાંડે એન્ટી રેગિંગ વિષય ઉપર કાનૂની પ્રવચન કર્યું હતું. રેગિંગ એટલે શું ? રેગિંગના કિસ્સાઓમાં કાયદાકીય જોગવાઈઓ અનુસાર થતી સજાની માહિતી આપી હતી. રેગિંગના કેટલાક દાખલાઓ આપી તેવા સમયે વિદ્યાર્થીઓને નિર્ભય થઈ પોલીસનો, કોલેજના આચાર્ય કે અધ્યાપકોનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આવી પ્રવૃત્તિથી દૂર રહી આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખી ભણવા તરફ ધ્યાન કેિન્દ્રત કરવા જણાવ્યું હતું. તેમાં એન્ટી રેગિંગ સેલના સભ્ય ડૉ. અમરેન્દ્ર પાંડે વિસ્તૃત રેગિંગ મુક્ત સંકુલ બને અને કેવા કેવા પ્રકારના રેગિંગ થતાં હોય છે તેની સમજ આપી અને એન્ટી રેગિંગ સેલ નું શું કાર્ય છે તેની માહિતી આપી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને પણ રેગિંગ ની બાબતો અને તેના સંલગ્ન કાયદાકીય જોગવાઇ ઓ વિશે પણ માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓમાં આ બાબત ની જાગૃતિ આવે તે આશય થી વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરી તેના વિજેતાઓ ને ઈનામ ની પણ ઘોષણા કરવામાં આવી હતી.
સ્પર્ધા ઓમાં પોસ્ટર મેકીંગ સ્પર્ધા માં પ્રથમ સ્થાન રોહિત દંતાણી, દ્વિતીય સ્થાને ઋતવી ચૌધરી, તૃતીય સ્થાને ભાવના ચાવડા અને વિજય પરમારે પ્રાપ્ત કર્યું હતું. સૂત્ર લેખન સ્પર્ધા માં પ્રથમ સ્થાન રસિલા ગેલોત, દ્વિતીય સ્થાન ક્રિયા પ્રજાપતિ, તૃતીય સ્થાને ભાવના ચાવડા એ પ્રાપ્ત કર્યું હતું. તેમાં નિર્ણાયક તરીકે ની ભૂમિકા ડૉ.દિવ્યેશ ભટ્ટ અને ડૉ.કનુભાઈ વસાવા એ કર્યું હતું. ડૉ. રાજેન્દ્ર જોષી અને સંયોજક શ્રી રમેશભાઈ પટેલ ના સતત માર્ગદર્શન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન એન્ટી રેગિંગ સેલના સભ્ય ડૉ. અમરેન્દ્ર પાંડે અને રાષ્ટ્રીય સેવા યોજના એકમ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું એ કર્યું હતું.