અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સુધી કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે જ્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. આજથી અમદાવાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સોમવારે રાજ્યના 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે મંગળવાર સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ થયો છે. સવારે 6 થી 8 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો ખેડાણા કાથલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો મહીસાગરના સંતરામપુર, કડાણામાં અડધો ઈંચ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.