ગાંધીનગર

વિપુલ ચૌધરીના સમર્થનમાં રખિયાલ ગામમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા

વિપુલ ચૌધરીની ધરપકડ બાદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે રખિયાલમાં બેનરો લગાવવાનું રાજકારણ તેજ બન્યું છે. રખિયાલ ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અને સરકાર વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે.વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના સક્રિય થઈ છે અને જિલ્લા મથકોએ આવેદના આપવામાં આવી રહ્યાં છે.

ગાંધીનગરમાં પણ અર્બુદા સેના દ્વારા કલેક્ટરને આવેદન અપાયું હતું અને કહેવાયું હતું કે, રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી વિપુલ ચૌધરીને મૂક્ત કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અખત્યાર કરવામાં આવશે.લોકોનું કહેવું છે કે ચૂંટણી નજીક હોવાથી સરકારે આ ચૌધરી સમાજને દબાવવા માટે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. જો વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અમે ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓને અમારા ગામમાં પ્રવેશવા દઈશું નહીં. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે.

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે ચૌધરી સમાજ વિપુલ ચૌધરી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. અગાઉ અર્બુદા સેનાએ ચીમકી ઉચ્ચારી છે કે, વિપુલ ચૌધરીને છોડવામાં નહી આવે તો આંદોલનને આક્રમક બનાવવામાં આવશે અને રાજ્યભરમાં લઈ જવામાં આવશે.દૂધ સાગર ડેરીના આર્થિક ગોટાળા મામલે વિપુલ ચૌધરીની તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાતથી જ આ મામલો પ્રકાશમાં આવતા આંજણા ચૌધરી સમાજમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને વિપુલ ચૌધરીના સમર્થનમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો સામે આવ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં અર્બુદા સેના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, રાજકીય કિન્નાખોરી રાખીને અગાઉ પણ વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી ન લડી શકે તે માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન ઉપર મૂક્ત કરવામાં આવ્યા હતા. એ પછી તેમની કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ હતી નહી કે તેમની ધરપકડ કરવી પડે તેમ છતાં પણ ઓચિંતી ધરપકડ કરવામાં આવી છે જે અનેક સવાલો ઊભા કરે છે. વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી અર્બુદા સેનાને મજબૂત બનાવી રહ્યા છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અડધી રાત્રે ધરપકડ કરવાનો હેતુ શું તે સમાજને સમજાતો નથી. વિપુલ ચૌધરીને તાકીદની અસરથી મૂક્ત કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. જે તેમ કરવામાં નહી આવે તો આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેના આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. રખિયાલમાં આંજણા ચૌધરી સમાજના ગામોમાં અર્બુદા સેના આક્રમક જોવા મળી રહી છે અને ભાજપ સરકારનો વિરોધ કરી રહી છે. માત્ર એટલું જ નહીં પણ ગામના પ્રવેશદ્વાર પાસે બેનર પણ લગાવાયા છે અને ભાજપના કોઈ મંત્રી, ધારાસભ્ય કે નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહી તેવું પણ કહેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x