ગાંધીનગર

નાંદોલ ખાતે પ્રથમ નોરતે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે આરતી ઉતારી

સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીની આરાધના કરવા ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દહેગામ તાલુકાના નાંદોલ ગામ ખાતે ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણે નોરતાના પ્રથમ દિવસે અહીં માં ની આરતી ઉતારી હતી. લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોરોના મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી યોજાઈ રહી છે. ગુજરાતની આગવી ઓળખ એવા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે. કોરોના મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી યોજાઈ રહી છે. જેના કારણે ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા વિવિધ ગામોમાં પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં માં આંબાના આરાધના પર્વના પ્રથમ દિવસે આયોજિત નવરાત્રી મહોત્સવમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ તેમજ નાંદોલ ગામના નાગરિકો ભકતો એ માઁ અંબાની આરતી ઉતારી હતી. લોકો ઉત્સાહભેર આ આરતીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ ધારાસભ્ય સહિત નાંદોલ ગામના સરપંચ તેમજ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંત સિંહ ચાવડા, પંચાયતના સદસ્યો તેમજ ચંદ્રેશ પટેલ, સુરેશભાઈ પટેલ, વિપુલ પટેલ, કેતન પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને ‘માં’ની આરાધના કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x