ગુજરાત વિધાનસભા ચૂંટણી: અમિત શાહ ‘કમલમ’માં ચૂંટણીલક્ષી બેઠક યોજશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આને જોતા ગુજરાતમાં ફરી એકવાર ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. દરેક રાજનીતિક પાર્ટીઓ પોતાની રીતે પ્રચાર અને પ્રસારમાં લાગી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લાગવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત રાજ્યના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ કમલમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મહત્વની ચર્ચા થઇ શકે છે. આજે બપોરે અમિત શાહ પોતાના કાર્યક્રમોમાં 1 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ માં બેઠક કરશે. ચૂંટણી ને લઈ મહત્વના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા.
મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આ પ્રકારે કોઈ કાર્યક્રમ અગાઉથી નક્કી કરવામાં આવ્યો નહોતો. પરંતુ હવે તેઓ કમલમમાં ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંથન કરશે. જણાવી દઈએ કે, પહેલા અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના હતા,પરંતુ હવે તેઓ કમલમમાં જશે અને ચૂંટણી લક્ષી બેઠક કરશે.