ગાંધીનગર

કડજોદરા ગામમા ૦૨ કી.મી રોડનુ સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત 

 દહેગામ તાલુકાના કડજોદરા ગામના પેટાપરા વિસ્તારમાં હીરાતળાવ ચોકડી થી ભકતો ના મુવાડા ભગુજી ના મુવાડા થી કડજોદરા કાચાનાળીયા માંથી પાકો માટી મેટલ ડામર રસ્તા નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેમાં અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ તેમજ દહેગામ ના ધારાસભ્ય શ્રી બલરાજ સિંહ ચૌહાણ તેમજ જીલ્લા સદસ્ય તેમજ સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ૨ કી મી અંતર નો રસ્તો ૧ કરોડ ના અંદાજિત ખર્ચ ૧૧ થી વઘુ ગામને ફાયદો થશે દહેગામ તાલુકાના કડજોદરા ગામના પેટાપરા વિસ્તારમાં હીરાતળાવ ચોકડી થી ભકતો ના મુવાડા ભગુજી ના મુવાડા થી કડજોદરા કાચાનાળીયા માંથી પાકો માટી મેટલ ડામર રસ્તા નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

૨ કરોડના ખર્ચે બનનાર આ રોડ ૦૨ કિ.મી લંબાઈનો બનશે. જેના થકી ગ્રામજનો અને ગામની મુલાકાત લેતા મહેમાનોની મુશ્કેલીમાં ઘટાડો થશે.રોડનું ખાતમુહૂર્ત કરતા સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તાર ત્યાંના લોકો અને તેમાં પણ ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશાં પ્રગતિશીલ રહે છે. રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે. આ રોડ નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસપણે વધારો કરશે.જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે. આ પ્રસંગે અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ તેમજ દહેગામ ના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ તેમજ જીલ્લા સદસ્ય તેમજ સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગામના સરપંચ હસમુખભાઈ સરવૈયા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x