ગાંધીનગર

વંદે ભારત એકસપ્રેસનો હવે ગાય સાથે અકસ્માત, ટ્રેનના આગળના ભાગને નુકશાન

ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસની પશુઓ સાથેની અથડામણની આ સતત બીજી ઘટના સામે આવી છે. ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક એક ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી. જેમાં નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી અને આગળનો ભાગ બદલવો પડ્યો હતો. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરની ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી અને આગળના ભાગને નજીવું નુકસાન થયું છે. શુક્રવારની ઘટના આણંદમાં બપોરે 3:48 વાગ્યે બની હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, “ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું છે.” તેમણે કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે. આ અકસ્માત વિષેની માહિતી આપતાં, વટવા રેલ્વે સ્ટેશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલ્વે એક્ટ, 1989ની કલમ 147 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે રેલ્વેના કોઈપણ ભાગમાં અનધિકૃત પ્રવેશ અને તેની મિલકતના દુરુપયોગ સાથે સંબંધિત છે. આ સાથે જ આ અકસ્માતો પર રેલ્વે મંત્રીનું સ્પષ્ટીકરણ પણ આવ્યું છે. ગુજરાતના આણંદમાં બોલતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાટા પર પશુઓ સાથે અથડામણ અનિવાર્ય છે અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની રચના કરતી વખતે આને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x