ડ્રગ્સ કેસમાં ભારતી સિંહની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં ચાર્જશીટ દાખલ
ડ્રગ્સ કેસમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના નામ સામે આવતાં બધાંને આશ્ચર્ય થયું હતું. NCBએ કોમેડિયનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન ટીમને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું, ત્યારબાદ હર્ષ અને ભારતી બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટે સિક્યોરિટીની રકમ જમા કરાવ્યા બાદ ભારતી અને હર્ષને જામીન આપ્યા હતા.ડ્રગ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે.
Iમાહિતી સામે આવી રહી છે કે NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દંપતી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી NCBએ દરેક પાસાઓની તપાસ કરી અને આ દરમિયાન ડ્રગ્સનો એંગલ પણ સામે આવ્યો, જેના પછી ઘણા સ્ટાર્સના નામ સામે આવ્યા. તેમાંથી એક કોમેડિયન ભારતી સિંહ હતી. તાજેતરના અપડેટ મુજબ, NCBએ કોર્ટમાં બંને વિરુદ્ધ 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, તે સમયે NCBએ દાવો કર્યો હતો કે ફરિયાદ સાંભળ્યા વિના જ જામીન આપવામાં આવ્યા હતા.