રાષ્ટ્રીય

ગુજરાતમાં 67.61 લાખથી વધુ પાસપોર્ટ ધારકો છે, જે દેશમાં છઠ્ઠું સૌથી મોટું પાસપોર્ટ ધારકો

લોકસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર દેશના 50 ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી જારી કરવામાં આવ્યા છે. ભારતમાં કુલ 521 પાસપોર્ટ સેવા કેન્દ્રો છે. 2014માં ભારતમાં પાસપોર્ટ મેળવવાનો સમયગાળો 16 દિવસનો હતો. છેલ્લા 3 વર્ષમાં પાસપોર્ટ મેળવવા માટે લાગતો સમય ઘટીને સરેરાશ 6 દિવસ પર આવી ગયો છે. ભારતે છેલ્લા 8 વર્ષમાં કુલ 3.49 કરોડ વિઝા જારી કર્યા છે. જેમાં 2.48 કરોડ સામાન્ય વિઝા અને 1.1 કરોડ ઈ-વિઝા સામેલ છે. 2014 સુધી, ઈ-વિઝા માટે માન્યતા પ્રાપ્ત દેશોની સંખ્યા 43 હતી, જે હવે વધીને 171 થઈ ગઈ છે. ગુજરાતમાં પાસપોર્ટ ધારકોની સંખ્યા 67.61 લાખ થઈ ગઈ છે. દેશમાં સૌથી વધુ પાસપોર્ટ ધારકો ધરાવતાં રાજ્યોમાં કેરળ ટોચ પર, મહારાષ્ટ્ર બીજા ક્રમે અને ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાંથી અમદાવાદમાં સૌથી વધુ 16.15 લાખ પાસપોર્ટ ધારકો છે જ્યારે ડાંગમાં સૌથી ઓછા 1452 પાસપોર્ટ ધારકો છે. આમ, ગુજરાતના એક ચતુર્થાંશ પાસપોર્ટ ધારકો એકલા અમદાવાદમાં છે.

ગુજરાતની અંદાજિત વસ્તી 7 કરોડ છે. આમ, 91 ટકા ગુજરાતીઓ પાસે પાસપોર્ટ નથી. સૌથી વધુ પાસપોર્ટ ધારકો ધરાવતા જિલ્લાઓમાં સુરત 10.97 લાખ સાથે બીજા, વડોદરા 6.89 લાખ સાથે ત્રીજા, રાજકોટ 3.87 લાખ સાથે ચોથા અને મહેસાણા 2.72 લાખ સાથે પાંચમા ક્રમે છે. પ્રાદેશિક પાસપોર્ટ કચેરી અમદાવાદમાં 2281 અરજીઓ પડતર છે, પ્રાદેશિક પાસપોર્ટ કચેરી સુરચમાં 605 અરજીઓ પડતર છે. અમદાવાદમાં પોલીસ પાસે 14333 અને સુરતમાં 4188 અરજીઓ પડતર હોવાનું બહાર આવ્યું છે. 30 જૂન 2022 સુધીમાં, ગુજરાતમાં 56,42,905 પાસપોર્ટ ધારકો હતા. આમ, 6 મહિનામાં 11 લાખથી વધુ લોકોને પાસપોર્ટ આપવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x