ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ની કારોબારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ્ – અરવલ્લી ખાતે યોજાઇ
અરવલ્લી જિલ્લા ભાજપા કારોબારી જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ્ – અરવલ્લી ખાતે યોજાઇ હતી ત્યારે જિલ્લા કારોબારી માં વિવિધ પ્રસ્તાવો આગેવાનો દ્વારા રજુ કરાયા હતા સમગ્ર પ્રસ્તાવોને અનુમોદન આપવામાં આવ્યું હતું, ત્યારે સંગઠન ની વિવિધ સિધ્ધિઓ, સહકાર અને સંગઠ માટે સરલ એપ વિશે વિશે જાણકારી આપી હતી ત્યારે સમગ્ર કારોબારી સભ્યોનું રજીષ્ટ્રેશન કરી ને ઉપહાર આપી આવકારતાં ઉત્સાહ પ્રેરીત કર્યો હતો._
_આ તબક્કે પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઇ ચૌધરી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી, રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી શ્રી ભીખાજી ઠાકોર, પૂર્વ મહામંત્રી શ્રી શામળભાઇ પટેલ, સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, ભિલોડા વિધાનસભા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા ,પ્રદેશ સભ્ય શામળભાઈ એમ.પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહજી ચૌહાંણ’અરવલ્લી જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર કારોબારી નું સંચાલન જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી જગદિશભાઇ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું…_