ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહ સામે થયેલા બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી છે. જ્યારે કેજરીવાલના વકીલે કહ્યું કે, અમે ઑર્ડરનો અભ્યાસ કરી આગળ સ્ટેપ લઈશું.
પીએમ મોદીના ડિગ્રીના મામલે આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી વિશે ટીપ્પણીઓ કરી છે. જેથી ગુજરાત યુનિવર્સિટીની શાખ અને પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા ઉચ્ચારણ કર્યા હોવાનું તેમજ મીડિયા અને સોશિયલ મિડિયા પર તેની પ્રસિદ્ધિ કરી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેને લઇ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ પીયુષ પટેલે આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી
.