ગાંધીનગરગુજરાત

PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 15મા હપ્તાનો લાભ લેવા ખેડૂતોએ e-KYC, લેન્ડ સીડીંગ તથા આધાર સીડીંગ કરાવવું અનિવાર્ય

સ્ટેટસ અપડેટ નહીં કરાવનાર લાભાર્થી ખેડૂતોના ખાતામાં આગામી ૧૫મો હપ્તો ચૂકવાશે નહીં

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રાજ્યના લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં વાર્ષિક રૂપિયા ૬૦૦૦ લેખે ત્રણ સમાન હપ્તામાં સહાયની રકમ જમા કરાવવામાં આવે છે. ભારત સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર જે ખેડૂતોએ ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ તથા આધાર સીડીંગનું સ્ટેટસ અપડેટ હશે તે જ લાભાર્થીઓના ખાતામાં આગામી ૧૫મો હપ્તો જમા થશે. આ ત્રણેય પૈકી એક પણ કામગીરી પૂર્ણ કરી નહીં હોય તેમને આગામી હપ્તાની સહાયથી વંચિત રહેવું પડશે.હા

લમાં ગાંધીનગર જિલ્લાના આ યોજના અંતર્ગતના કુલ- ૧,૪૯,૪૮૫ એકટીવ ખેડુતો પૈકીના ૨૮૨૫૩ જેટલા ખેડૂતોના ઇકેવાયસી તથા ૨૩,૦૭૬ ખેડૂતોના બેન્ક એકાઉન્ટ આધાર સીડીંગ તથા ડીબીટી એનેબલ નથી. જેને ધ્યાને લઇ આગામી ૧૫મા હપ્તાની સહાયની રકમ આ તમામ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા થાય તે હેતુસર ગાંધીનગર જિલ્લામાં જમીન ધરાવતા હોય અને પી.એમ કિસાન યોજનામાં ‘e-KYC’ તથા આધાર સીડીંગ બાકી હોય તે તમામ લાભાર્થીઓને ‘e-KYC’ તથા આધાર સીડીંગ પૂર્ણ કરાવવા માટે ગાંધીનગરના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. પેન્ડીંગ યાદી ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી, સી.એસ.સી સેન્ટર તેમજ વી.સી.ઇને મોકલવામાં આવી છે. ‘e-KYC’ માટે લાભાર્થી પોતે પણ https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx વેબસાઇટ પર જઈ ‘e-KYC’ સ્ટેટસ અપડેટ કરી શકે છે. આ ઉપરાંત ફેસ ઓથેન્ટીકેશન એપ્લીકેશન ડાઉનલોડ કરી “e-KYC” સ્ટેટસ અપડેટ કરી શકે છે.

આ અંગેની યાદીમાં જણાવાયા અનુસાર આ યોજના હેઠળ પોતાનું સ્ટેટસ જાણવા ખેડૂત મિત્રોએ કોમ્પ્યુટર અથવા મોબાઇલ પર દ્વારા વેબ બ્રાઇઝર દ્વારા પી.એમ કિસાન વેબસાઇટ (https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx) પર ક્લીક કરવાનું રહેશે. ત્યાર બાદ પોતાનો રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે Know Your Registration No ઉપર ક્લીક કરી પોતાનો આધાર નંબર એન્ટર કરવાથી આધાર નંબર સાથે રજીસ્ટર મોબાઇલ નંબરમાં એક OTP આવશે જે એન્ટર કરવાથી લાભાર્થીનો રજીસ્ટ્રેશન નંબર જાણી શકાય છે. આ રજીસ્ટ્રેશન નંબર પી.એમ કિસાન વેબસાઇટ (https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx) પર એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ કેપ્ચા કોડ (Captcha) એન્ટર કરી ગેટ ડેટા ઉપર ક્લીક કરવાનું રહેશે. આમ કરવાથી લાભાર્થીનું સંપૂર્ણ સ્ટેટસ એટલે કે ઇ-કેવાસી, લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ (DBT), કેટલા હપ્તા આવ્યા છે આ તમામ બાબતનો ખ્યાલ આવશે.

કોમ્પ્યુટર અથવા મોબાઇલના ઉપયોગ અંગે જાણકારી ન ધરાવતા લાભાર્થીઓને પોતાનું આધાર કાર્ડ તથા આધાર લીંક મોબાઇલ સાથે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ. કોમન સર્વિસ સેન્ટર અથવા ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંક લી. ખાતે રૂબરૂ જઈ ‘e-KYC’ સ્ટેટસ અપડેટ કરી શકશે. લાભાર્થીના સ્ટેટસમાં જો લેન્ડ સીડીંગ NO બતાવે તો તેમની માલિકીની જમીનના તાજેતરના ૮- અ ની નકલ સાથે ગ્રામસેવકનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. આધાર સીડીંગ માટે લાભાર્થીના સ્ટેટસમાં જો Aadhaar Bank Account Seeding Status : No બતાવે છે તો લાભાર્થીએ પોતાનું આધારકાર્ડ, પાસબુક તથા આધાર લીંક મોબાઇલ સાથે જે બેન્કમાં સહાયની રકમ જમા થતી હોય તે બેન્કનો રૂબરૂ સંપર્ક કરીને બેન્ક એકાઉન્ટ સાથે આધાર સીડીંગ તથા ડી.બી.ટી અનેબલ કરાવવાના રહેશે. ગાંધીનગર જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી આગામી સમયમાં પણ યોજનાનો લાભ મેળવતા રહે તે માટે દરેક લાભાર્થીને સત્વરે પોતાનું સ્ટેટસ અપડેટ કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x