ગુજરાત સહિત રાજ્યોમાં વરસાદની આગાહી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. ભારતીય હવામાન વિભાગે દિલ્હી-NCR, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 16 સપ્ટેમ્બર વરસાદને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
16થી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આજે સુરત, વડોદરા, અમદાવાદ અને બનાસકાઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તે ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં વરસાદ નોંધાયો છે.