ગુજરાતમાં વનવિભાગે કોર્નોકાર્પસના રોપા ઉછેર પર લગાવ્યો પ્રતિબંધ, પર્યાવરણ અને માનવ જીવનને કરતું હતું નુકસાન
ગાંધીનગર :
ગુજરાતના વન વિભાગ દ્વારા વન વિભાગની નર્સરીમાં કોનોકાર્પસ રોપાના ઉછેર પર પ્રતિબંધ લગાવ્યો છે. કોનોકાર્પસના કારણે પર્યાવરણ તેમજ માનવ જીવનને નુકસાન થતું હોવાથી વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હાલ ખાનગી ધોરણે કોનોકાર્પસ રોપા ઉછેરવા માટે પણ પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કોનોકાર્પસ વાવવા પર પણ પ્રતિબંધ લાગી શકે છે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોનોકાર્પસને કારણે ઉધરસ, શરદી, અસ્થમા જેવા રોગ થાય છે. તેની આજુબાજુમાં થોડા સમય માટે રહેવાથી આંખો સૂજીને લાલ થઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. આ ઉપરાંત અસ્થમાના દર્દીઓને પણ પ્રોબ્લમ થઈ શકે છે. કોનાકાર્પસના મૂળ ઊંડા હોવાથી જમીનમાંથી પાણી ખેંચી લે છે. જે ડ્રેનેજ લાઈન, સંદેશા વ્યવહાર જેવી સુવિધાને પણ નુકસાન પહોંચાડે છે.