ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જાણો ગુજરાતના ચોકીદારો (#MainBhiChowkidar) એ કેટલી ચોરી કરી ?

ગાંધીનગર :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ચોકીદીરોની સાથે વાત કરી. જેમાં ગુજરાતના પણ ચોકાદીરો હતા. ગુજરાતના ચોકીદીરો પ્રજાની કેવી ચોકી કરે છે તેના બે વર્ષના થોડા બનાવો અહીં આપવામાં આવ્યા છે.

ચોર ખાય, મોર ખાય બાકી વધે તે કોણ ખાય ? ચોકીદાર ખાય
ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શાળાના ૩૦૦ જેટલા બાળકોને આપવામાં આવતા ભોજનમાં કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં મહેસાણાની ભવાની ટ્રેડિંગ કંપનીને ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 2016માં ઈડરની આદર્શ નિવાસી શાળામાં ગેરરીતિ આચરવા બદલ આ એજન્સીનું ટેન્ડર રદ કરી દેવાયું હતું. તેમ છતાં ફરીથી આ એજન્સીને 2017માં ધરમપુરની શાળામાં ટેન્ડર આપવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે પ્રધાનોને પણ આ એજન્સી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા માટે માગણી કરી હતી. ભ્રષ્ટાચારની જાણકારી હોવા છતાં રૂપાણી સરકાર કઈ રીતે ચાલી રહી છે તેનો આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પોતાના જ ધારાસભ્યએ ભારષ્ટાચારની ફરિયાદ કરી હતી. જેમાં આ જ સુધી કોઈ પગલાં ભરાયા ન હતા.
ભાજપના પ્રમુખે ફરિયાદ કરી
વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને ટીડીઓ બી.ડી.સોલંકી અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા. ગાંધીનગરથી એક પૂર્વ મંત્રી અને મંત્રીએ કોઈ પણ હિસાબે આ તપાસ ન થવી જોઈએ એવું દબાણ કર્યું છે. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને શૌચાલય, પ્રધાનમંત્રીના અવાસ યોજના સહિતની સરકારી યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. બે મહિનાથી કોઇ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચીમકી આપી હતી. 10 ગામમાં એલઈડી લાઈટ નાંખવા માટે કૌભાંડ થયું છે. 2017-18માં બનાવેલા મકાનો માત્ર કાગળ પર છે. સાચા લાભાર્થીઓને લાભ મળતો નથી. કાનજીભાઈ રાજપૂત કહે છે કે, હું પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યો છું. ભલે મારી ખૂરશી જતી હોય પણ પ્રજાના નાણાં તો હું વેચફાવા નહીં દઉં. આ ભ્રષ્ટાચાર માટે અમારી ભાજપની સરકાર પોતે જવાબદાર છે. કારણ કે કર્મચારીઓની જે ભરતી કરવામાં આવે છે તે 11 મહિનાના કરાર પર લેવામાં આવે છે. તેઓ 11 મહિનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ચાચાર કરીને જતાં રહે છે. મેં મારા પક્ષને આ બધી વિગતો કહી છે પણ આ તો ગુજરાત મોડેલ છે. આવું હોય ગુજરાત મોડેલ ? વાવમાં મર્યાદા બહાર ભ્રષ્ટાચાર થયો છે. કોઈ અવાજ અમારો ન સાંભળે તો પછી અમારે શું કરવું. ખુરશી પર ચીપકી રહેનારો હું નથી. અમે સત્તા માટેના માણસો નથી. ભાજપનો છું પણ હું તો લડીશ. ખુરશી લઈ લેવી હોય તો ભલે લઈ લે.

ડીસામાં ભ્રષ્ટાચાર
સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. ગામડાઓમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચારની અનેકવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લીધા ન હતા. પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો થતાં જ સભામાં ઉત્તેજના છવાઈ હતી. સભામાં વિપક્ષની ભૂમિકા ભાજપના સભ્યોએ ભજવતા વિપક્ષ કોંગ્રેસ ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો.
50 લાખનો રોડ 2 મહિનામાં તૂટી ગયો
ડીસામાં ડાયમંડ સોસાયટીવાળો રસ્તો રૂ.49 લાખમાં બન્યો હતો જે રોડ 2 માસમાં 2017માં તૂટી ગયો હતો. ઠેકેદાર સુનિલ રાજપૂતને નોટિસ આપીને બાકી રકમ નહીં ચૂકવવા અને નવો રસ્તો બનાવી આપવા માટે કહેવું પડ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નગરપાલિકાને કરાઈ હતી.
ઘાસચારામાં ભ્રષ્ટાચારની આગ
ડીસામાં સરકારી ઘાસચારા લઈ જતી ટ્રકમાં આગ લાગી હતી. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દીવસમાં ત્રણ ટ્રકો કે જે સરકારી ઘાસચારો ગૌશાળામાં લઈ જવાતો હતો ત્યારે આગની ઘટનાઓ બની હતી. ઉપરાછાપરી સતત ત્રણ દિવસથી સરકારી ઘાસચારા ભરેલી ટ્રકમાથી આગ લાગી હતી.
ગટરમાં ભ્રષ્ટાચાર
ડીસાતાલુકાના થેરવાડામાં 2016માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ગટરલાઇન તૂટી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઠેકેદારની રકમ અટકાવી દઇ કાર્યવાહી કરવાની માંગણી થઈ હતી. લાઈન બન્યા બાદ ફક્ત બે મહિનામાંજ તૂટી હતી. પ્રથમ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.
નાયબ કલેક્ટર લાંચ લેતા પકડાયા
ડીસાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી વી. કે. ઉપાધ્યાય રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથે તાજેતરમાં પકડાયા હતા. ખનીજ અને રોયલ્ટી ચોરીના દંડમાં રાહત આપવા લાંચ લેતા હતા.
ઘાસ સડી ગયું
ડીસાના ટેટોડા અને શેરપુરા ગામની રાજારામ ગૌશાળામાં અપાયેલો 7 ટ્રક ઘાસચારો સડી ગયેલો અપાતા પાંજરાપોળના સંચાલકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.

ભાજપનો સામૂહિક ભ્રષ્ટાચાર બહાર આવ્યો
આણંદ પાલિકાના નવા બસ સ્ટેન્ડ શોપીંગ સેન્ટરોની 13 દુકાનો પાછળની ખુલ્લી જગ્યા હરાજી વગર, અન્ડર ટેબલ વહીવટ કરીને ઓન પેપર મામૂલી રકમથી આપી દેવાના મુદ્દે આણંદ કમિશનરે હુકમ જાહેર કર્યો હતો. જેમાં ભાજપના જવાબદાર 8 કાઉન્સિલરો પાસેથી સરકારને-પાલિકાને થયેલી આર્થિક નુકસાનની રકમ સરખા ભાગે વસૂલવા જણાવાયું હતું. જવાબદાર કાઉન્સિલરોમાં પ્રજ્ઞેશભાઇ એ.પટેલ, અનિલભાઇ એન.પટેલ, દિપેનભાઇ જે.પટેલ, પુરસોતમદાસ એલ.રોહિત, અરવિંદભાઇ એલ.ચાવડા, પંકીલભાઇ જી.પટેલ, શ્વેતલભાઇ એ.પટેલ અને પ્રભુજી પીરાજી વણઝારાનો સમાવેશ કરાયો. ભાજપના 18 નેતાઓનો સામૂહિક રૂ.30 લાખનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. તમામ પાસેથી પૈસા વસૂલવાનો આદેશ છતાં કોઈની પાસેથી પૈસા લેવાયા નથી.
ટોયલેટ ભ્રષ્ટાચાર ટેપમાં
ગાંધીનગર શહેરમાં ભારતીય જનતા પક્ષના મહિલા કાઉન્સિલર પ્રવિણા દરજીના પતિ દ્વારા એક વાતચીતની ઓડિયો ક્લીપ જાહેર થઇ હતી. ગાંધીનગરના મેયર બનવા માંગતા પ્રવિણા દરજીના પતિ કનુનો અવાજ સંભળાઈ રહ્યો છે. જેમાં ભાજપના વગદાર નેતા મનુ પટેલનું નામ પણ લેવામાં આવે છે. સંડાશ બનાવવા ભ્રષ્ટાચારની લેતી-દેતીની વાત બહાર આવી છે. એક એજન્સી સાથે આ પ્રકારની વાતો થતી હોવાનું બહાર આવ્યું છે. દરજી ટોયલેના કોન્ટ્રાક્ટરના પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. ભ્રષ્ટાચારના જે કામો થતા હોય છે તેમાં મનુ પટેલના વહીવટદાર તરીકે કનુ દરજી કામ કરી રહ્યા હોય એવું પણ આટલી વાતચિતથી પરથી સ્પષ્ટ થાય છે.
નર્મદા નહેરમાં 200 સ્થળે ભ્રષ્ટાચાર ફાટ્યો
નરેન્દ્ર મોદીની સરકારમાં જ્યાં નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટીને ગાબડાં પડ્યા છે. ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને 3393 ગમોને નર્મદાનું પાણી આપવા માટે બનાવેલી નહેરો ફાટી રહી છે. બનાસકાંઠામાં સૌથી વધુ નહેર તૂટી છે. પાંચ વર્ષમાં બનાસકાંઠામાં જ 143 વખત નહેરોમાં ગાબડાં પડયા હતાં. પાટણ જિલ્લામાં 27 વખત, અમદાવાદ જિલ્લામાં 13 વખત, સુરેન્દ્રનગર જિલ્લામાં 4 વખત નહેરો તૂટી છે. થરાદની ચારડા માયનોર નહેર 20 વખત ફાટી હતી. નબળા બાંધકામને લીધે નહેરોમાં ભંગાણ પડે તો ઠેકેદારો પાસેથી તેનું સમારકામ કરવામાં આવે છે.

પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે એક વખત કહ્યું હતું કે, સામાન્ય રીતે નહેર ફાટે એવા પ્રસંગો ઓછા બનતા હોય છે. બનાસકાંઠામાં નર્મદાની નહેર માત્ર બે વરસ (2016-2017) માં 88 વખત ફાટી હતી. આ નહેર બનતી હોય તે તબક્કે ઘણી ગંભીર ક્ષતિ અથવા ગોલમાલ સિવાય આ બનવું શક્ય નથી. નર્મદા મુખ્ય નહેરની મહત્તમ પાણી વહનક્ષમતા 40 હજાર ક્યુસેક છે. એમાં જો ગાબડું પડે તો તબાહી સર્જાઈ જાય તેમ છે. સદનસીબે કડી અને તેનાથી થોડીક આગળ સુધીનું કામ ચીવટ અને ખૂબ જ ચોકસાઇપૂર્વકનું થયું છે. મહી નદી ઉપરની એક્વાડક્ટ અને સાબરમતી નીચેથી પાણી લઈ જતી સાયફન આ પ્રકારના વિશ્વમાં મોટામાં મોટા બાંધકામ છે. તેમાં ક્યાંય રતિભાર પાણી લીકેજ થતું હોય તેવો દાખલો નથી જેનો યશ આપણા બાહોશ એન્જિનિયર અને આ કામ કરતાં કોન્ટ્રાકટરો બંનેને આપવો જોઈએ. બનાસકાંઠામાં જે ગુણવત્તાવાળી કામગીરી થઈ છે તે જો અગાઉના વરસોમાં થઈ હોત તો નર્મદા કેનાલ તબાહીનું વૈકલ્પિક નામ બની ચૂકી હોત. છેલ્લા 15 વરસથી આ કેનાલમાં પાણી વહે છે પણ આવી કોઈ ફરિયાદ સાંભળવા મળી નથી. રાધનપુર અને આસપાસની નર્મદા નહેર વારંવાર તૂટી રહી છે. કચ્છ નહેર પૂરી બની નથી અને તૂટી ગઈ હતી.
મુખ્ય નહેર પણ ફાટી

બનાસકાંઠાના કાંકરેજના ખારીયા ગામથી રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય નહેરમાં પાણી વધારે છોડાતા ખારીયા નજીક નહેર તૂટી જતાં હજારો ક્યુસેક પાણી વેડફાયું હતું. નર્મદાની મુખ્ય નહેર પરના સાયફનના કારણે ગોઝારી ઘટના બની હતી. તે જ સ્થળે ફરી નહેર ફાટી હતી. 17 નવેમ્બર 2018માં 7 હજાર ક્યૂસેક પાણી છોડાતા સાયફન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં 50 ફુટનું ગાબડુ પડયું હતું. તે પાણી મોટા પ્રમાણમાં બનાસ નદીમાં ઠલવાયું હતું.
20 કરોડની ફરિયાદમાં ભાજપના નેતા ભ્રષ્ટાચારી નિકળ્યા
હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારમાં કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાને જેલમાં મોકલી દીધા હતા. તેમની ભાજપમાં લઈ લેવાયા છે. ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ ભાજપના આ બન્નેનેતાઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં કૂલ 14 આરોપીઓ છે. ભાજપ સરકારના પૂર્વ પંચાયત પ્રધાન અને તલાટી કૌભાંડમાં તેમની કચેરીનું નામ બહાર આવ્યું હતું કે જયંતી કાવડીયા અને ધ્રાંગંધ્રાના એક ખોવાયેલા નેતાના ખાસ નજીકના વ્યક્તિઓ છે.

મોરબીના ભાજપના મંત્રી ભ્રષ્ટાચારી
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. 5 દિવસમાં તપાસ કરો. જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. પછી તેઓ ભ્રષ્ટાચારી નિકળ્યા હતા.
ભ્રષ્ટાચારી સામે પગલાં ભરો, નહીંતર હું આત્મહત્યા કરીશ
રાજ્યમાં ચારેબાજુ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. અધિકારીઓ અને રાજકારણીઓ પ્રજા પાસેથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. જેના વિરોધમાં અનેક સ્થળે ધરણા, દેખાવો, ઉપવાસ અને સળગી મરવાની ચીમકી લોકો આપી રહ્યાં છે. પાકિસ્તાન સરહદ નજીકના બનાસકાંઠા ભાજપના મંત્રી શંકર ચૌધરીના જિલ્લામાં બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મશાજી નથુજી ઠાકોરે ભ્રષ્ટાચાર સામે જંગ છેડી દીધો હતો. માંડલા ગામમાં સરપંચ દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ તેઓ લાંબો સમયથી કરી રહ્યાં હોવા છતાં તેમની વાત કોઈ માનતું ન હતું. તેથી તેઓ અમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. છે. માંડલામાં સરપંચ દ્વારા રોડ, શૌચાલય સહિતના કામોમાં ગેરરીતિઓની તપાસની માંગ કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ તેમણે પુરાવા સાથે કહ્યું કે તમારી સરકારમાં આ ભ્રષ્ટાચાર થયો છે. પગલાં લો.
ઝેર તો પીધા જાણી જાણી
જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મશાજી આસપાસના વિસ્તારમાં મશાલ રૂપ બની ગયા છે. તેમણે અગાઉ ગૌચરના દબાણ થઈ જતાં તે દૂર ન કરાતાં ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી આત્મ વિલોપનની ચિમકી આપી હોવા છતાં કાર્યવાહી નહી થતા હવે તેઓએ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનનું શરૂ કર્યું હતું.
ભાજપે પણ ભ્રષ્ટાચાર કર્યો
બનાસકાંઠામાં અગઉ પણ માનવતાને કલંકિત કરતો રૂ.85 કરોડનો નર્મદા નિગમ સાથે મળી ભાજપાના નેતાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ આમ આદમી પક્ષના ગુજરાતના નેતા ભેમાભાઈ ચૌધરીએ મૂકીને હોનારતના નામે થયેલાં કરોડોના કૌભાંડની તપાસની માગણી કરી છે. જમીનની અંદર 10 ફુટ નર્મદાની પીવાના પાણીની પાઈપ લાઈન તણાઈ ગઈ અથવા ક્યાંક તૂટી ગઈ હોવાનું કારણ બતાવીને તેના સમારકામ માટે આ કૌભાંડ થયું છે. જેની તપાસ 16 નવેમ્બર 2018 સુધી થઈ નથી. આ રકમના 60% એજન્સીના ને 40% રાજકારણીઓ અને અધિકારીઓને મળ્યા છે. કુલ 2500 કામ થયા છે. તેમાંથી 500 કામ તો બનાસકાંઠા સર્કિટ હાઉસમાં એક ભાજપના મોટા ગજાના નેતાના કાર્યકરોની એજન્સીને આપી દેવામાં આવ્યા હતા. કોઈ પણ સ્થળે રીપેરીંગ કામ થયુ જ નથી. જમીનની અંદર 10 ફૂટ નીચે નર્મદાની પાઇપ કેવી રીતે ફ્લડમાં તણાય તે અધિકારીઓ સમજાવી શકતા નથી.

નર્મદા નહેરમાં ભ્રષ્ટાચાર

બનાસકાંઠામાં 2017ના પૂરમાં નર્મદા મુખ્ય નહેરમાં વ્યાપક પ્રમાણમાં પડેલાં ભંગાણ કે ધોવાણથી સર્જાયેલી તબાહી ને તારાજી સર્જાઈ હતી. સેંકડો માનવ મૃત્યું અને હજારો પશુધનનાં મોત સહિતની સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર જ જવાબદાર હતી. 32 કિલોમીટરનાં પટ્ટામાં અડધો ડઝન ઠેકાણે ગાબડાં પડવા સાથે પાંચ – દસ કિલોમીટર સુધી નર્મદા મુખ્ય કેનાલનું નામોનિશાન કેવી ગુણવત્તાનાં કારણે મટી ગયું… ? તળીયાં સાથે જમીનદોસ્ત થઈ ગયેલી અહીંની નર્મદા કેનાલમાં 300 કરતાં વધારે નાના-મોટાં ભંગાણો પડ્યા હતા.
જમીન વિકાસ નિગમનું કૌભાંડ
બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્ય જમીન વિકાસ દ્વારા બનેલી ખેત તલાવડી કૌભાંડ બહાર આવતા 5 અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. દાંતાના થલવાડા ગામે 9 જેટલી બોગસ ખેત તલાવડી જણાઈ હતી. કોન્ટ્રાક્ટર હસમુખભાઈ મેવાડા, કોન્ટ્રકટર સોનાજી પરમાર, ક્ષેત્ર નિરીક્ષક ડાહ્યાભાઈ ચૌધરી, ક્ષેત્ર મદદનીશ રધુભાઈ દેસાઈ, મદદનીશ નિયામક ડી કે પરમાર સામે ભ્રષ્ટાચાર તેમજ IPC કલમોના આધારે ફરિયાદ દાખલ કરી છે.
શૌચાલયમાં ભ્રષ્ટાચાર
ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યાં છે, જેમા સિમેન્ટ માત્ર નામ પૂરતી વાપરવામાં આવી છે. હાથ ફેરવવામાં આવતા સિમેન્ટ ઉખડી જાય છે. ગામમાં શૌચાલય તો બનાવવામાં આવ્યાં છે. પરંતુ કેટલાક શૌચાલયના ખાળ કુવા જ બનાવવામાં આવ્યાં નથી. કેટલાકમાં ખાળ કુવા છે તો પાણીની ટાંકી નથી. જેથી લોકો શૌચ માટે ખુલી જગ્યામાં જઈ રહ્યાં છે. એક તરફ કોન્ટ્રાક્ટરો શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર કરીને ખીસા ભરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરવામાં આવે છે.
શંકર ચૌધરીના કૌભાંડો
આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા.
1-ભારતીય જાનતા પાર્ટી ની રાધનપુરમાંથી ભાજપના તત્કાલીન મહામંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી શંરસિંહ વાઘેલા સામે લડવા ટિકિટ અપાવી અને હારી ગયા ત્યારે રાધનપુર ખાતે મેમાભાઇની હોસ્ટેલમાં રૂ.2000ના પગારથી ગૃહપતિ હતા.
2 – પ્રથમ વાર રાધનપુર-સાંતલપુરના ધારાસભ્ય બન્યા ત્યારે ગાડી અને મકાન લોન પર લીધાં અને તેના હપ્તા ઓવરડ્યુ થઈ ગયા હતા. વડનગરમાં ભાઈઓ સાથે 25 વીઘા બાપીકી જમીન હતી.
3 – ધારાસભ્ય બન્યા પછી ધાક-ધમકીઓ, મારા-મારી કરતા શીખ્યા અને લોકો પાસેથી છેતરપીંડી કરી પૈસા ભેગા કરતા થયા હતા.
4 – લુચ્ચાઈ અને કપટ કરી બનાસ ડીસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના સારા વ્યક્તિને ખોટી રીતે ગેરલાયક ઠેરવી ચેરમેન બન્યા. બેન્કમાંથી ભ્રષ્ટાચાર કરી કરોડોની મિલકત વસાવવાનું શરૂ કર્યું હતું.
5 – બનાસબેંક ના ચેરમેન બન્યા પછી તમારી પાપની કમાઈ, ભ્રષ્ટાચાર ના પૈસા, વૈધનાથ કમિટી દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આવેલા પૈસા, દેવા નાબુદી દ્વારા બનાસબેંકમાં આવેલા પૈસા, ખોટી લોનો ના નાણા , બનાસબેંકની હાથ ઉપરની શીલક ના નાણા આ કરોડો રૂપિયા ભેગા કરી મિલકતો વસાવી છે.
6 – રાધનપુર તાલુકામાં 500 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.
7 – સાંતલપુર તાલુકામાં 425 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.
8 – ચારણકા તા.-સાંતલપુરમાં સોલાર માટે આપેલી જમીન.
9 – શરદ સોલ્ટ પાસેથી ધાક-ધમકી ના રૂપમાં મેળવેલા નાણા તથા જમીન.
10 – રાધનપુર શહેરમાં તેમના ભાઈ, ભત્રીજા અને ભાણેજના નામે રૂ.150 કરોડ કરતા વધારેની જમીન.
11 – ભાભર તાલુકામાં હરી આચાર્ય, વિનોદ ગોક્લાણી, ડો.દેવજી ચૌધરીની ભાગીદારીમાં રૂ.100 કરોડ કરતા વધારે ના શોપિંગ સેન્ટરો.
12 – ડો. દેવજી ચૌધરી સાથે ભાગીદારીમાં રાધનપુરમાં મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ.
13 – પાટણ-ચાણસ્મા-હારીજ-ગાંધીધામ-સામખીયાનીમાં રૂ.100 કરોડની જમીન.
14 – વાવ-ભાભર-દિયોદર-સુઈગામ-કાંકરેજમાં ખેતીની જમીન તથા શોપિંગ સેન્ટર.
15 – દિયોદર, ભાભર, ઢીમા, લાખણી, દાંતીવાડા, નેનાવામાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ માર્કેટયાર્ડ બનાવી તેમાં ભાગીદારનો હિસ્સો 50% છે.
16 – મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ડીસા, પાલનપુર માં કરોડો રૂપિયાની જમીનો ખરીદી, વેચાણ તથા મલ્ટીપ્લેક્ષ શોપિંગ સેન્ટર બનાવ્યા હતા.
17 – વડગામ માર્કેટયાર્ડ, ભાભર માર્કેટયાર્ડ, પાંથાવાડા માર્કેટયાર્ડ, ધાનેરા માર્કેટયાર્ડ, ડીસા માર્કેટયાર્ડ, રાધનપુર માર્કેટયાર્ડ માંથી દર મહીને બેનામી આવક.
18 ડો.દેવજીભાઈ, માવજીભાઈ દેસાઈ(ડીસા), હરીભાઈ આચાર્ય (ભાભર), વિનોદભાઈ ગોક્લાણી(રાધનપુર), પ્રવીણ મહાલક્ષ્મી(રાધનપુર), અશોક ચૌધરી(મહેસાણા), વિપુલ ચૌધરી (મહેસાણા), ફલજી ચૌધરી(મગરવાડા), લાલજીભાઈ ચૌધરી(ભાભર), અણદાભાઈ પટેલ (કાંકરેજ) આ બધા તેમના ભાગીદાર છે.
19 – કોંગ્રસના આગેવાન અર્જુન મોઢવાડિયા અને સિદ્ધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ તેમના ભાગીદાર છે.
20 – સિદ્ધપુર ખાતે ગોકુલ લોજીસ્ટીક કંપનીમાં તેમનો ભાણો ભાગીદાર છે.
21 – માણસા તાલુકાના એન.ડી.ચૌધરી સાથે ભાગીદારી હતી જેમાં નાણાંકીય બાબતોને લઈ તમે ધાક-ધમકી આપેલી.
22 – ગાંધીનગરનો આલીશાન બંગલો અને બોરુડાનું આલીશાન ફાર્મ હાઉસ છે.
23 – બનાસબેંકના વહીવટમાં મામા-ભાણાની કંપની મળી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને બેન્કની તિજોરી ના તળિયા ઝાટક કરી છે.
24 – છેલ્લા 10 વર્ષમાં તમારા, તમારા નાનાભાઈ, તમારા ભાણા, તમારી બહેનો, તમારા બનેવી ના એન્કટેક્ષ રીપોર્ટ અને કાયદેસરનો ભરેલો ટેક્ષ રજુ કરો.
25 – 2014-15માં બનાસના પુરની સહાયના નાણા તમારા એજન્ટ અધિકારી શેખની સાથે મળી કરોડો રૂપિયા બનાવ્યા.
26 – નોટબંધી આવી ત્યારે તેઓ બનાસબેંકના ચેરમેન હતા અને રૂ.250 કરોડની ચલણી નોટો બદલાવી હતી.
27 – રૂ.250 કરોડ બદલાવ્યા બાદ અણદાભાઈ પટેલ કે અન્ય કોઈને ચેરમેન ના બનાવ્યા અને જિલ્લા બહારના માણસને કેમ ચેરમેન બનાવ્યા ?
28 – બનાસડેરીની ચૂટણીમાં તમારા વિશ્વાસુ ચૂંટાયેલા અને નીમાયેલા ડીરેકટર પૈકી કેશરભાઈ ચૌધરી અને અન્ય ડીરેક્ટરો એવું કહે છે કે અમે મત પેટીઓ બદલાવી છે અને એ પણ ડીસાના માર્કેટયાર્ડમાં બધું ગોઠવી પાટણ જીલ્લાના પાર્સીંગ વાળી અને કાળા કાચવાળી ચાલતી ગાડીઓમાં પોલીસને પણ સાથે ના રાખી મતપેટીમાંથી મતો બદલાવી દીધા એ સાચી વાત છે ? આ મત પેટીઓ માંથી મત બદલાવનાર તમારા વિશ્વાસુ અને વાવ તાલુકાના બોરુ ગામના સરતાન દેસાઈ નો ભાઈ અને ચુંટણી અધિકારી શેખ એ મળી મતપેટીઓ બદલાવી હતી.
29 – બનાસડેરીમાં તેમના સાળીના દીકરા ભાણા પાસે વહીવટ કરાવેલો છે. તમારી સાળીનો દીકરો બી.કોમ, એમ.કોમ છે એને રૂ.1,50,000 (દોઢ લાખ ) પગાર આપો છો.
30 – રાધનપુરમાં કોમી તોફાનોમાં તમે જેમના ઘરે રોકાતા એવા વીરેન દોષી જે માણસોના ડોકટર છે એમને પશુપાલનની ખબર નથી તેમ છતાં રી.2 લાખના પગાર આપી ડેરી સીનીયર જનરલ મેનેજર બનાવ્યા છે.
31 – વાવ-થરાદ વિસ્તારમાં કેનાલો નું કામ અને એની પાસેના રોડ બનાવવાના કામોમાં તમામમાં તેમનો ભાગીદાર કોન્ટ્રાકટર છે.
32 – 15 વર્ષમાં રૂ.2000ના પગારમાંથી રૂ.20000 કરોડના માલિક બન્યા તે કઈ આવક ઉપર ? તે જાહેર કરો.
મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું નીચું કરાવ્યું
ચોરે વાળ ગળી
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરનું રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34,343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18,003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજરાતમાં 2013-14માં મનમોહનસિંહની સરકાર વખતે રૂ.18,003.72 મગફળી પાકી હતી. જે 2015-16માં રૂ.8,563.66 મગફળી વેચાઈ હતી. આમ ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મોકલમાં આવ્યા પણ તેમના વડાપ્રધાન બનવાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને વર્ષે રૂ.10 હજાર કરોડનું નુકસાન મગફળીના ભાવ ફેર માટે થયું છે. આ અહેવાલ બીજા કોઈનો નહીં પણ કેન્દ્ર સરકારના આંકડા વિભાગનો છે. તેથી તે ખોટો તો ન જ હોઈ શકે. આધુરામાં પૂરું કોંગ્રેસના નેતા અને દેશના પ્રખર અર્થશાસ્ત્રી મનમોહનસીંગ વડાપ્રધાન હતા ત્યારે મગફળીના વેચાણથી રૂ.18 હજાર કરોડ ખેડૂતોને મળ્યા હતા. પણ નરેન્દ્ર મોદીના સમયમાં તે 64 ટકાથી વેચાણ ઘટીને રૂ.10 હજાર કરોડની ખોટ ગઈ છે. આમ મોદી આવવાથી ખેડૂતોની આવક વધીને અચ્છે દીન લાવવાની વાત અહીં ખેડૂતો માટે તો ખરાબ સાબિત થઈ છે. આવક વધવાના બદલે 64 ટકા ઘટી છે. જ્યારથી કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકારો આવી છે ત્યારથી ગુજરાતના મગફળી પકવતાં ખેડૂતો પર અવળી અસર જોવા મળી રહી છે. દેશમાં સૌથી વધારે મગફળી પકવતું કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત છે ત્યાર બાદ બીજા નંબર પર તમિલનાડું છે, ત્રીજા નંબર પર રાજસ્થાન, અને ચોથા નંબર પર મહારાષ્ટ્ર આવે છે. દેશના કૂલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો અડધો હોય છે.
મગફળી ખરીદી કૌભાંડમાં પૂર્વ કૃષિ પ્રધાન
ગુજરાત સરકારે મગફળી ખરીદી પણ તેમાં ખેડૂતોને ફાયદો થવાના બદલે નુકસાન વેઠવું પડ્યું છે. ખરીદી કરીને ભાજપના નેતાઓએ રૂ.4000 કરોડની ખરીદીમાં ગોટાળા કર્યા છે. જેમાં દરેક કક્ષાએ ભાજપના નેતાઓ સંડોવાયેલાં હોવાનું બહાર આવ્યું છે. ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન અને જામજોધપુરમાં દારૂના અડ્ડાના કારણે વિધાનસભા ચૂટણીમાં હારી ગયેલા ચીમન સાપરીયાનું નામ આ કૌભાંડમાં બહાર આવ્યું હતું. તેમની પુછપરછ હજુ સુધી થઈ નથી. તેમને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ બચાવી લીધા છે. આમ ભાજપની રૂપાણીની સરકાર કૌભાંડી નેતાઓને છાવરી રહી છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ તો ગુજરાતનું નામ કૌભાંડો કરીને દેશભરમાં ખરાબ કર્યું છે. ગુજરાતમાં સૌથી પહેલું મઘફળી કૌભાંડ કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ પટેલ બહાર લાવ્યા હતા. તેમણે જામજોધપુર સહકારી મંડળી અને એપીએમસીમાં મગફળી જોખાતી હતી અને ગોડાઉનોમાં ભરાતી હતી ત્યારે તેમાં રેતી, કાંકરા ને ઠેફાં ભરેલાં હતા. તેનો વિડિયો દસ્તાવેજ ઉતારીને કૌભાંડ બહાર પડાયું હતું. તે અહેવાલ અખબારોમાં પણ છપાયા હતા. આ મંડળી જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા તેમાં સંડોવાયેલાં હોવાનું પુરવાર કર્યું હતું. તેમ છતાં આજે તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી.
જુગારનો અડ્ડો
અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્ય નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાનભાઈ બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવતાં હતા.
ત્રણ મહિલા કોર્પોરેટર લાંચ લેતી પકડાઈ
લાંચના લેવામાં ભાજપની રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નિકળી ગયા છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરેટરો પુરુષ કોર્પોરેટરો કરતા ઊંચી લાંચ લેવામાં સમગ્ર ગુજરાતમાં આગળ છે. સુરતમાં લાંચના ગુનામાં પકડાયેલાં ત્રણેય કોર્પોરેટર મહિલા જ છે. થોડા સમય પૂર્વે કોર્પોરેટર વીણા જોશી રૂ. 50 હજારની લાંચ લેતા પકડાયા હતા. થોડા મહિના જેલવાસ ભોગવી તે જેલમુક્ત થઈ ગયા હતા. ત્યાર બાદ કોર્પોરેટર મિના રાઠોડ રૂ. 5 લાખની લાંચ સ્વીકારવાના ગુનામાં પકડાયા હતા. જે પાંચ મહિના જેલવાસ ભોગવ્યા બાદ મુક્ત થયા હતા. ત્યાં આ ત્રીજા મહિલા કોર્પોરેટર નેન્સી લાંચના ગુનામાં પકડાયા હતા.
ગુજરાતમાં રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 5500 જેટલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. કોંગ્રેસના બહુ ઓછા રાજકારણીઓ લાંચમાં પકડાયા છે, પણ ભાજપમાં લાંચ લેતાં પકડાયા હોય એવા રાજકારણીઓ સૌથી વધારે છે. જે ભ્રષ્ટાચાર કરે છે તેવા એક સભ્ય પાંચ વર્ષમાં રૂ.20 કરોડથી વધારે રકમ ભ્રષ્ટાચાર અને બ્લેકમેઈલીંગમાં કમાઈ રહ્યાં છે. આવા પાંચ હજાર પાંચસો લોકો મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાતમાં ચૂંટાયેલા છે. આમ ગુજરાતમાં બે સુમાર ભ્રષ્ટાચાર રાજકારણીઓ કરી રહ્યાં છે. આવો પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમનો અંદાજ છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર તથા નગરોમાં મહિલા કોર્પોરેટરોના પતિઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર અને તોડબાજી ચાલી રહી છે. મોદીના સમયમાં ભાજપમાં 2014 સુધી કેન્દ્રીત થયેલો ભ્રષ્ટાચાર થતો હતો હવે વિકેન્દ્રીત થઈ ગયો છે અને સામાન્ય કાર્યકર અને સામાન્ય નેતાના કુટુંબ કબીલા ભ્રષ્ટાચાર કરીને અબજો રૂપિયા પોતાના ગજવામાં સેરવી રહ્યાં છે.
નેન્સી સુમરાનું કૌભાંડી કુટુંબ
ભાજપના મહિલા કોર્પોરેટ નેન્સી સુમરાનો ભાઇ પ્રિન્સ ઉર્ફે વીકી મોહન સુમરાને રૂ.55,000ની લાંચ લેતા 22 ઓગસ્ટ 2018ના રોજ પકડી લીધો હતો. મહિલા કોર્પોરેટરના નામે રૂ.75,000ની લાંચ માગી હતી. તેમાંથી રૂ.20,000 અગાઉ મેળવી લીધા બાદ રૂ.55,000ની રકમ લેવા કોર્પોરેટરનો ભાઇ સૈયદપરા વિસ્તારમાં આવ્યો હતો. ત્યારે એસીબીના હાથે ટ્રેપમાં સપડાઇ ગયો હતો. મહિલા કોર્પોરેટરના પિતાની પણ સંડોવણી હોવાથી તેમની સામે ગુનો નોંધીને વોન્ટેડ જાહેર કર્યો હતો. એક બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા માટે લાંચ માંગવામા આવી હતી. સ્કુટરની ડેકીમાંથી રૂ.55 હજાર ઝડપી લેવાયા હતા. ACBએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે કોર્પોરેટરના પિતા સામે તપાસ હાથ ધરી છે. પિતા મોહન સુમરા રોડ સફાઈ કોન્ટ્રાક્ટર હતા. જે દરમ્યાન સફાઈ કોન્ટ્રાક્ટમાં ભોપાળુ પકડાતા તત્કાલીને મ્યુનિસિપલ કમિશન એસ. જગદીશને તેમની સામે પગલાં લીધા હતા. મોહન સુમરાની પત્ની પદ્મા સુમરા અગાઉ મહાનગરપાલિકામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અને ત્યારે જ પગલાં લેવાયાં હતા. સુમરા પરિવારે કૌભાંડોની હદ વટાવી હતી. ત્યાં વધુ એક લાંચકાંડનો કિસ્સો આવ્યો સામે છે અને તેની તપાસમાં તપાસમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની સંડોવણીની આશંકા છે.
મીના રાઠોડનો 5 લાખની લાંચનો કેસ
સુરત મહાનગરમાં ગેરકાયદે બાંધકામના કિસ્સામાં રૂ.5 લાખની લાંચ માંગીને બ્લેકમેઈક કરી તોડ કરતાં ભાજપના કોર્પોરેટર મીના રાઠોડ પકડાઈ જતાં પરાણે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. ખરેખર તો તેને પદ ભ્રષ્ટ કરી શકાય છે.
ખંભાળીયા લાંચ લેતા પકડાયા
બોટાદ જીલ્લા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ સી બી ખભાળીયા અને બીજા એક સભ્ય રૂ.80 હજારની લાંચ લેતા 29 જૂન 2018માં પકડાયા હતા. ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટની ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે તેમણે રૂ.1.80 લાખની લાંચ માંગી હતી. સી બી ખભાળીયાને વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. જેને વીજ પ્રધાન સૌરભ પટેલ સાથે સારા સબંધો રહ્યાં છે.
1 કરોડની ભાજપે લાંચ આપી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેન સમક્ષ નરેન્દ્ર પટેલ તથા વરુણ પટેલના લાંચનો ભાજપની ઓડિયો ટેપ બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટી પક્ષ દ્વારા ભાજપ પક્ષ તથા તેમનાં નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાનની માંગણી ગાંધીનગર ખાતે કરી હતી. વરુણ પટેલ ભાજપ પાસેથી નાણાં લઈને ભાજપ વેચાંયા હોવાના આક્ષેપો કરાયા છે. ભાજપમાં ગયા પછી વરુણ પટેલે તેના જુના સાથીદાર અને મહેસાણાના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલને રૂ. એક કરોડ આપીને ખરીદવા શોદો કર્યો હતો. ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલાં નરેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા લાંચ આપવાના મામલે તેમના વકીલે વધુ ખુલાસા કર્યા હતા. તેમને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી સહિત બીજેપી નેતાઓ સામે લાંચ આપવાના આક્ષેપ કર્યા હતા. કોર્ટે આ મામલે વોડાફોન કંપનીને સીડીઆર સાથે હાજર થવા આદેશ કર્યો હતો.
બે કલાક પહેલાં લાંચમાં પકડાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન ભાજપના પ્રમુખ ડી. કે. પટેલ પોતાનાં હોદ્દાની મુદત પુરી થવાના બે કલાક પહેલાં જ રૂ.1 લાખની લાંચ લેતાં પકડાઈ ગયા હતા. ગાંડા બાવળ કાપવાનાં અપાયેલા કોન્ટ્રાકટ માટે રૂા.1 લાખની લાંચની માંગણી કરી હતી. સાવરકુંડલામાં ભાજપના આ નેતા પકડાતાં લોકોએ ફટાકડાં ફોડી આનંદ માન્યો હતો. પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

સરપંચ તળાવની લાંચમાં પકડાયા
12 જાન્યુઆરી 2018માં નવસારીમાં ભાજપની વિચારધારા માનનારા સરપંચ જયેશ હળપતિને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા હતા. જલાલપોરના સુલતાનપુરમાં તળાવના સમારકામ માટે કોન્ટ્રાકટર પાસે રૂ.15000 હજારની માંગણી કરી હતી. જેમાં આખરે તે રૂ.10 હજાર લેતા પકડાઈ ગયા હતા.
ધારાસભ્યએ કરોડોની લાંચ આપી
ધ્રાંગ્રધ્રાના ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે ટિકિટ મેળવવા માટે કરોડોની લાંચ ભાજપના એક નેતાને આપી હોવાનો આરોપ ભાજપના જ એક જાહેર કાર્યક્રમમાં ભાજપ સરકારના પૂર્વ કૃષિ મંત્રીએ મૂક્યો હતો.
પ્રમુખનો પુત્ર નર્સ પાસેથી લાંચ લેતો પકડાયો
લીમડીના ભાજપના ધારાસભ્ય કિરીટ રાણાનો PA બળદેવ છત્રોલા અને સુરેન્દ્રનગરના લીમડી નગરપાલિકાના ભાજપના પ્રમુખ નાનુબેન ચાવડાનો પુત્ર અને ભાજપનો કાર્યકર ભરત ખાનજી ચાવડા એક નર્સને નોકરી આપવા માટે રૂ.7 લાખની લાંચ અને કૌભાંડ કરતાં 26 માર્ચ 2018માં પકડાઈ ગયો હતો. આવા કામ કરવા માટે તેની સાથે એક આખી ગેંગ પણ પકડાઈ હતી. બસ કંડક્ટર મોહન પરમાર તથા તેમની પત્ની રોમીની પુત્રીને નર્સ તરીકે નોકરી આપવા માટે નાણા લીધા હતા. જેમાં બે લાખ સ્ફાટ નર્સની પરીક્ષ પહેલાં, બે લાખ રૂપિયા પરિણામ સુધારવા, રૂ.10 હજાર ચા પાણીના, રૂ.85 હજાર ઝાલોદમાં નોકરીનો ઓર્ડર રદ કરાવવા માંગ્યા હતા. ઓર્ડર આપ્યા પણ તે નકલી હતા.
ભાજપના નેતાએ ભાજપના નેતા પાસે હપતો માંગ્યો
રાજકોટના જસદણ શહેરના વોર્ડ નં.5ના ભાજપના જ ચૂંટાયેલા સદસ્ય નરેશ ચોહલીયાએ શહેર ભાજપના એક ટોચના નેતા સામે કોન્ટ્રાક્ટર પાસે રૂ.5 લાખની લાંચ માંગી હોવાની એક ઓડિયો ટેપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. તેઓ નરેશનું રાજીનામું અપાવવા કાવા-દાવાઓ કરતાં હોવાનો આરોપ હતો. શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભીયાણીએ પાંચ લાખનો હપ્તો જે નેતાએ માગ્યો હોય તેને ખુલ્લા પાડવા પડકાર ફેંક્યો હતો.
ગીર સોમનાથમાં ભાજપના નેતા પકડાયા
20 માર્ચ 2017માં ગીર સોમનાથમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મેરભાઈને લાંચ લેતા ઝડપાયા હતા. મકાન આપવા માટે લાંચ માંગી હતી. સભ્ય ભરત રૂપાલાને સાથે રાખી લાંચ માંગી હતી.

રાધનપુરમાં ભ્રષ્ટાચારનું પૂર

રાધનપુર ભાજપ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. ભાજપના એક રાજ્ય કક્ષાના નેતાએ ભ્રષ્ટાચાર કરીને પોતાની એક ટીવી ચેનલમાં ભાગીદારી કરી છે. અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક કર્મચારીને છુટ્ટો કરવામાં આવ્યો હતો. જેને પગલે તેણે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે નોકરી ઉપર પરત લેવાનો આદેશ કર્યો હતો. જો કે, હાઈકોર્ટનો હુકમ હોવા છતા ભાજપના મહિલા કોર્પોરેટરે કર્મચારી પાસે નોકરીમાં પરત લેવા રૂ.5 હજારની માંગણી કરી હતી. તે ઝડપાઈ ગઈ હતી. આ મહિલા કોર્પોરેટર દ્વારા ફરિયાદી પાસે લાંચ માંગવાની ઓડિયો ક્લીપ સામે આવી હતી.
એક વર્ષમાં 28 નેતા-નેતી પકડાયા
આવા એક જ વર્ષમાં ભાજપના 28 કિસ્સા બહાર આવ્યા છે. જે પાશેરામાં રૂની પુણી બરાબર છે. ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે.
પૂર્વ પ્રમુખની પણ અગાઉ ધરપકડ થઈ હતી
6 ઓગસ્ટ 2018ના રોજ જુન- 2015ની બી- સમરી ભરવાના મુદ્દે વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. અગાઉ 2015માં લૂંટ અને હુમલા સંદર્ભે વાવ પોલીસે 169નું નિવેદન લઈને તેમનું નામ ફરીયાદમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. ફરીયાદી પરાગભાઈ અજાજી ગોહિલે હાઈકોર્ટમાં જવું પડ્યું હતું, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું નામ રાખવા અને તાત્કાલિક ધરપકડ કરવા આદેશ કર્યો હતો.
મોડેલ શાળાની ગેરરીતિ
1 મે 2018માં થરાદ વાવ તાલુકાના નાળોદર ગામની મોડલ સ્કૂલના મકાન બનાવવામાં ગેરરીતિ બહાર આવી હતી. મોડલ સ્કૂલના મકાનમાં શરૂઆતથી જ કોન્ટ્રટરો અને અધિકારીઓની મિલી ભગત હતી જે હવે ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. શાળાનું બાંધકામ નબળું થયું હતું. જેમાં લાખો રૂપિયાનો સિમેન્ટ બારોબાર પગ કરી ગયો હતો.
કુદરતી આફતમાં પશુ સહાયમાં ભ્રષ્ટાચાર
25 નવેમેબર 2016ના રોજ વાવ-થરાદ-સુઇગામપંથકમાં જુલાઇ 2015માં અતિવૃષ્ટિના પગલે ભારે તારાજી સર્જાતાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફા‌ળવાઇ હતી. જેમાં પશુસહાય, મકાન સહાયમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેને પગલે અગાઉ એસીબી પીઆઇ દ્વારા ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસમાં ખુટતા કાગળો જવાબો લેવા ગાંધીધામ એસીબી ટીમ વાવ તાલુકા પંચાયત કચેરી આગળ તપાસ હાથ ધરી હતી.
90 લોકોને છેતર્યા
વાવ તાલુકાના ભડવેલ ગામના 90 થી વધુ લોકોને સહાય ચુકવતાં ભડવેલ ગામના દાનસંગભાઇ આચાર્ય અને હેમજીભાઇ આચાર્ય દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં વાવતાલુકામાં પડેલા ભારે વરસાદથી થયેલા નુકશાનમાં તે વખતે વાવ તાલુકાપંચાયતના કરાર આધારિત ટીડીઓ બી.ડી.ગઢવીએ અભણ પ્રજાને છેતરીને કોઇપણ જાતની સહી કે સિક્કા વગર મકાન સહાયની પ્રદ્ધતિ અને સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરી રેકર્ડ નિયામકને ફરીયાદ કરાઇ હતી. જેના પગલે એસીબીના અધિકારી એચ.એમ.કણસાગરાએ તપાસ કરીને ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ કરતાં ગાંધીધામ એસીબી પીઆઇ સી.જે.સુરેજા, એએસઆઇ માધુભાઇ જાડેજાની ટીમે ગુરુવારે સવારે વાવ તાલુકાપંચાયત કચેરી આવી ખુટતા કાગળો તેમજ કર્મચારીઓના જવાબ સહિતની તપાસ હાથ ધરી હતી.
ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય
રૂ.4 હજાર કરોડના ભાજપ મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. કલકત્તાના રૂ. 60 કરોડના બારદાન કૌભાંડ થયું હતું. “ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય” તેમ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. ગુજરાતના ગરીબ ખેડૂતોના પરેસેવાની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતથી લઈ દિલ્હીમાં બેઠલા ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. હલકી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી ભાજપના નેતાઓના ગોડાઉનમાં ભરી આગ લગાડી સળગાવવામાં પણ સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી રહી છે.
પાટણની પાઠશાલા
પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ (બાબુ પ્રજાપતિ)ને ભ્રષ્ટાચારના આરોપસર ગુજરાત સરકારે લોકાયુક્તના અહેવાલ બાદ પદ પરથી હટાવી દીધા હતા. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પ્રો.કિરીટ પટેલ ઘણા સમયથી લડી રહ્યાં હતા. બાબુ પ્રજાપતિના કૌભાંડો જાણતા હોવા છતાં તેમની નિયુક્તિ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલ દ્વારા આપી હતી. ગુજરાતમાં પહેલો બનાવ છે કે આ રીતે ચાલુ કુલપતિને તેમના પદ પરથી દૂર કરાયા હોય. પણ રૂપાણીની કચેરીમાં તો કુલપતિ બાબુના કૌભાંડોની 45 અરજીઓ પડેલી હતી. તેમાં તેઓએ તપાસ કરી નથી. જ્યાં તપાસ થઈ હતી ત્યાં મુખ્ય પ્રધાનની કચેરીએ દબાવી દીધી હતી. આજ સુધી ભ્રષ્ટાચાર વિરોધી દળને તપાસ કરવાની મંજૂરી પણ સરકારે આપી નથી. 90 અરજી રૂપાણી સમક્ષ થઈ હતી. બાબુના પુત્ર મયુરને જવા દીધો હતો. મુખ્ય પ્રધાન રૂપાણીએ જ ખોટી નિમણુંક કરી હતી, તેથી મુખ્ય પ્રધાને બચાવી લીધા હતા. 7 ધારાસભ્યોએ રૂપાણીને ઓડિયો ક્લીપ આપી હતી.
ભાજપમા મહામંત્રી ભ્રષ્ટ
ધારાસભ્ય કિરીટ પટેલે પાટણમાં મિડિયા સામે જાહેરમાં આરોપ મૂક્યો છે કે કૌભાંડી બાબુ પ્રજાપતિને બચાવવા માટે ભાજપના મહામંત્રી કે. સી. પટેલ કામ કરે છે. જે પોતે મોટો ભ્રષ્ટાચાર કરે છે. તેઓ સરદાર માર્કેટ યાર્ડ બેંકમાં થોડા વર્ષો પહેલાં ક્લાર્ક હતા અને રૂ.2000 પગાર હતો. આજે તેમની પાસે 200 વીઘા જમીન છે. તેમની પોતાની માલિકીની 3 શાળાઓ છે. પાટણમાં જેમના ટ્રસ્ટ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી હતી તે ખાલી કરાવવામાં આવી છે. ખરેખર તો સરકારે કે. સી. પટેલ સામે એસીબીમાં ફરિયાદ કરવી જોઈએ. યુનિવર્સિટીમાં રોડ કૌભાંડ ઉપરાંત રૂ.20 લાખમાં નોકરી અપાતી હતી.
જમીન ટોચ મર્યાદા ધારો એક કૌભાંડ
ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2019થી જમીન ટોચમર્યાદા ધારામાં ફેરફાર કરીને હવે તે જમીન વેચી શકાશે એવો અમલ શરૂ થયો છે. જે બિલ્ડરો, જમીનદારો, મોટી કંપનીઓ અને રાજકીય નેતાઓના ફાયદામાં આ કાયદો લાવવામાં આવ્યો છે. ખેડૂત 60 એકર જમીન રાખી શકતાં નથી. જે કંપનીઓ રાખી શકે છે. જેના કારણે શહેરો અને ધોલેરામાં અબજો રૂપિયાનો ફાયદો બિલ્ડરો અને કંપનીઓને થવાનો છે.
ધોલેરા એક મોટું કૌભાંડ
ધોલેરા શહેર આસપાસનાં 22 ગામોની 92,000 હેક્ટર (920 ચોરસ કિલોમિટર) જમીન ખેડૂતો પાસેથી આંચકી લેવાનું નક્કી થયું છે. જેમાં 3200 ખેડૂતો એવા છે જેમને જમીન સરકારે આપી હતી પણ ખાતે કરી નથી. બાવળીયા નામના એક જ ગામની 9,000 એકર જમીન સતત ત્રણ વર્ષથી પડતર હોવાનું કહીને સરકારે લઈ લીધી હતી. જે જમીન સરકારે પોતાની કંપીનને એક મીટરના રૂ.20ની ભાવે વેચી દીધી છે. જેનો દસ્તાવેજ રૂ.641 કરોડનો કર્યો છે. સરકારે તેના પર કરોડોની સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દીધી છે. માત્ર રૂ.100ના પેપર પર તેના કરાર કરી દીધા છે. ખેડૂતો પર અત્યાચાર કરીને આ જમીન સરકારે લઈ લીધી ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે જ્યારે જમીન વેચશે ત્યારે તેનું વળતર આપવામાં આવશે પણ તે આજ સુધી કોઈ વળતર આપવામાં આવ્યું નથી. ધોલેરા મૂળ ગામ ભૂપેન્દ્રસિંહનું છે. ધોલેરામાં 6,000 એકરનો સરવે નંબર છે.
જમીનદાર નેતાઓ
વળી ધોલેરામાં ગુજરાતના ભાજપના નેતાઓની જમીન છે. ઓછામાં ઓછી 10 હજાર એકર જમીન આ નેતાઓ પાસે છે. આ એવી જમીન છે કે જે જમીદારો પાસેથી લઈને ખેડૂતોને આપી તો છે, પણ તે ખેડૂતોના નામે સરકારે કરી નથી. આવી 10 હજાર એકર જમીન ભાજપના નેતાઓને અબજોપતિ બનાવી દેશે. આવી જમીન ખરેદનારા ભાજપના 7 નેતાઓ પૈકી બે નેતા ગુજરાત બહાર છે, એક વરિષ્ઠ નેતા સરકારમાં બેઠા છે. બીજા ભાજપના નેતા છે.
વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ
ભાજપના નેતાઓ ભાજપના નેતા વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હતા. બીજી ટર્મ માટે આશા ઠાકોર જીત્યા હતા. દૂધ સાગર ડેરીમાં ચૌધરી પર રૂ. 1,500 કરોડના કૌભાંડનો આરોપ મૂકાયો હતો. અગાઉ સાગરદાણ કૌભાંડનો આરોપ થયો હતો. મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતી, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજિસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. સાગરદાણ કૌભાંડ, 30 દિવસમાં રૂ. 22 કરોડ ભરવા કહેવાયું હતું. ખાંડની ઊંચા ભાવે ખરીદી અને પશુદાણના ઓછા સ્ટોક વગેરેથી રૂ. 41.83 કરોડનું નુકસાન થયું હતું.
મોલાસીસમાં રૂ. 36 કરોડના ગોટાળા
મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ, 2018ના દિવસે જાહેર ખુલાસો કર્યો હતો કે, 2015મા કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી ટને રૂ. 1,400થી રૂ. 2,500ના ઊંચા ભાવે 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ. 35.96 કરોડની ખોટ ગઈ છે. કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર, 2015મા કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર એન. પી. સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરી ના મેનેજર મનોજ ગોસ્વામી સામે રૂ. 1.10 કરોડની ઉચાપત સામે ફરિયાદ મહેસાણા જિલ્લા રજિસ્ટાર મહેસાણામાં ફરિયાદ નોંધાવી હતી. કસ્ટોડિયન કમિટીએ રૂ. 32 કરોડની ગેરરિતી કરી છે, એમાં દાવો કર્યો છે, એમાં પોલીસ પકડવા જતી નથી.
અમુલના 400 કરોડના કૌભાંડ
અમુલ ડેરીનાં ચેરમેન ભાજપના ધારાસભ્ય રામસિંહ પરમાર હોવાથી તેના કરોડોના કૌભાંડોમાં બચાવ થઈ રહ્યો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. 2014મા કે. રત્નમ મનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. MD બન્યા બાદ તેમણે તુરંત કેરળની મિલ્કી મિક્સ કંપની પાસેથી રૂ. 265 કરોડની 8,700 મેટ્રિક ટન ચીઝની ખરીદી કિલોએ રૂ. 40થી 50 વધુ આપીને ત્રણ વર્ષમાં કરી હતી. કે. રત્નમે પોતાની માનીતી કંપનીને ચીઝને ફોર્મ્યુલા આપી દીધી હતી. અમુલના 1,200 ટનના પ્લાન્ટ હોવા છતાં અને કો-ઓપરેટિવ સંસ્થાઓ પાસેથી ચીજ ખરીદવાના બદલે ટેન્ડર બહાર પાડ્યા વગર કેરળની મિલ્કી મિક્સ પાસેથી ચીજ ખરીદ કહ્યું હતું. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટ બનાવવા માટે રૂ. 185 કરોડ ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. કે. રત્નમે રાજીનામું આપવાની ફરજ પડી હતી. 2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ. 800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. છતાં આજ સુધી સરકારે કોઈ પગલાં ભર્યા નથી. કારણ કે અમુલ ડેરી પર ભાજપનો કબજો છે.
વર્ષે 50 ગૌચર સરકાર ચોરી જાય છે
ચરખા ગામની 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેકટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો હતો.
2754 ગામમાં ગૌચર ગુમ
ભાજપ સરકાર આવી તે પહેલાં 700 ગામડાઓમાં ગૌચર ન હતા. પણ 2015માં રાજ્યના 2625 ગામોમાં ગૌચરની જમીન ન હતી. 2017માં તે વધીને 2754 ગામોનું ગૌચર પૈસાદાર સાંઢ ચરી ગયા હતા. આમ ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે. જ્યાં પહેલો હક્ક ગાયોનો હતો. આ માટે ભાજપના 2001 પછીના ત્રણ મુખ્ય પ્રધાનો અને મહેસૂલ પ્રધાનો જવાબદાર છે. જેમાં વજુભાઈ વાળા અને આનંદિબેન પટેલ સૌથી વધારે જવાબદાર છે. 15 ટકા ગામમાં ગાયોને ઘાસ ચરવા માટે જગ્યા નથી. ખરાબાની જમીન ગૌચરમાં ફાળવી છતાં 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર 2014મા દબાણો હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યાં નથી.
4 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને
બીજી તરફ 2012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઔદ્યોગિક હેતુઓ માટે સસ્તા ભાવે આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને વેચવામાં આવી હોવાનાં આરોપો છે. 5 ઉદ્યોગપતિની ભાજપ સરકારે મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું.
ગૌચરની કેટલી કિંમત સરકારે નક્કી કરી
કચ્છમાં 19,14,748 ચોરસ મીટર જમીન પર દબાણ થઈ ગયા છે. ગામના લોકો ફરિયાદ કરે છે પણ તેનો અમલ અધિકારીઓ કરતાં નથી. કચ્છમાં 112 ગૌચરની જમીન પર દબાણ છે. જે મોટાભાગે મોટા ઉદ્યોગોના છે. સરકારે તેની બજાર કિંમત રૂ.17.61 કરોડ આંકી છે. પણ જો એક મીટરના રૂ. 500 ગણવામાં આવે તો પણ રૂ. 95 કરોડ થાય છે. સરકારે નીચી કિંમત નક્કી કરી છે. અમદાવાદ જિલ્લાના દબાણોની બજાર કિંમત 7,000 કરોડ જેવી થવા જાય છે, પણ દબાણની કિંમત નક્કી કરી નથી. ગાંધીનગરમાં 1207 જગ્યાઓ પર દબાણો થયા છે જેની બજાર કિંમત રૂ. 26.87 કરોડ ગણી છે. આણંદની 82 ગૌચરની જમીનની બજાર કિંમત રૂ. 17.79 કરોડ ગણી છે. મહેસાણમાં 2521 દબાણોની કિંમત રૂ. 14.06 કરોડ છે.
રૂ. 55 કરોડનું ગૌચર કૌભાંડ
ગુજરાતમાં ગાયના નામે રાજનિતી કરાય છે, ગૌસેવકો હત્યા કરે છે, ગૌમાંસ વેચાય છે, લિન્ચિંગ કરાય છે. ગાયની સતત ઉપેક્ષા ગાયના નામે ચૂંટાયેલી રાજ્યની ભાજપ સરકાર કરતી આવી છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનામાં રૂ. 55 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગાયને રાજનિતી અને ભ્રષ્ટાચારનું હથિયાર બનાવી દીધું છે. વલ્લભ કથિરીયાની અધ્યક્ષતામાં ચાલતાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજનામાં ગાયના નામે ભ્રષ્ટાચાર થયો છે. ગૌચર સુધારવા, નવા ગૌચર જાહેર કરવા, ગૌસેવા અને ગૌચર વિકાસ કરવાનો ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનો ઉદ્દેશ્ય છે.
6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા
રાજ્યમાં 1 કરોડ ચોરસમીટર ગૌચર જમીન પર દબાણ થયેલા છે. રાજવીઓએ પશુઓની સંખ્યા મુજબ પશુદીઠ એક વિંઘા લેખે જમીન ગૌચર તરીકે પડતર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે ગુજરાતમાં કુલ 7,65,52,185 ચો.મી જમીન ગૌચર તરીકે અનામત રાખવામાં આવી હતી. વર્ષ 2012માં સરકારે કરેલી મોજણી મુજબ કુલ 99,333 લાખ ચોરસ જમીન પર દબાણ થયું હતું. 15 માર્ચ 2016માં 3700,77,77 હેક્ટર ચોરસમીટર જમીન પર દબાણો હતા. બે વર્ષમાં એક હજાર હેક્ટર જમીન પર દબાણો વધી ગયા છે. આમ વિજય રૂપાણીની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે, જે સરકારના આંકડા પરથી કહી શકાય છે. એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ.30 લાખ ઓછામાં ઓછાં ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ. 300થી 600 કરોડ રૂપિયાનું ગૌચર જમીન કૌભાંડ થયું છે.
બે પ્રધાનની હાજરીમાં ધડાકો
9 જાન્યુઆરી 2018માં જામનગર લેઉઆ પટેલ સમાજ દ્વારા રાજ્યના બે મંત્રીઓ આર.સી. ફળદુ અને જયેશ રાદડિયાના યોજાયેલા સન્માન સમારંભમાં માજી ધારાસભ્ય અને ભાજપના નેતા રાઘવજી પટેલે ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, જમીનોની ફાઇલો મંજૂર કરાવવામાં ભાગબટાઇ ચાલે છે. બિનખેતીની જમીન કરાવવા માટે જિલ્લા પંચાયત કારોબારી સમિતિમાં ‌રૂપિયા લેવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના મુળજીભાઇએ જણાવ્યું હતું કે, કારોબારી ચેરમેન તરીકે રસિક કોડીનારીયા છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રાઘવજીભાઇના પનોતા પુત્ર એવા જયેન્દ્ર પટેલ છે, જેઓએ હાલ રાઘવજી પટેલ સાથે જ કોંગ્રેસ છોડી દીધેલી છે, તો આ બિન ખેતી ફાઇલો મંજૂર કરાવવા માટેનો કારોબાર તો રાઘવજીભાઇના પુત્ર અને ટેકેદારના હાથમાં હોય છે. કદાચ રાઘવજીભાઇ એટલે જ બિનખેતી કરવામાં રૂપિયા ઉઘરાવવાનો કારોબાર ચાલે છે તેવું જાણતા હશે, એવું તેમણે જાહેર કહ્યું હતું. મોડેથી રા‌ઘવજીએ જણાવ્યું હતું કે મેં જે વાત બિનખેતીમાં આર.સી.ફળદુએ કયારે પણ નથી લીધા તે વાત મેં કરી હતી.
રાઘવજી સામે ભ્રષ્ટાચારનો આરોપ
જામનગર જિલ્લાપંચાયતની સત્તા કોંગ્રેસ પાસે હતી. જેમાં રાઘવજીના ભાજપમાં જોડાણથી જિલ્લાપંચાયતના 3 સભ્યો પક્ષાંતર કરીને ભાજપમાં જવાનું પસંદ કર્યું હતું. રાઘવજીનું નામ બેડી બંદરના કોલસા કૌભાંડ, શૌચાલય કૌભાંડમાં સતત આવતું રહ્યું છે. રૂ.2.26 કરોડનો 147 ટન કોલસો કબજે કર્યો હતો. ટ્રક એનારી કોકમાંથી હલકી ગુણવતાવાળો કોલસો ભરીને નીકળતો. બંને ટ્રકો બાયપાસ પાસે ભેગા થતા બંનેની બિલ્ટીઓ બદલાઈ જતી એસ્સાર જવાનો વિદેશી કોલસો મોરબી ખાતે પહોંચી જતો હતો. ખંભાળીયાનો હલકી ગુણવતાવાળો કોલસો વિદેશી કોલસાની જગ્યાએ એસ્સાર કંપનીમાં પહોંચી જતો હતો. જયેન્દ્ર ઉર્ફે બાબુ રાઘવજી મુંગરા કે જે ધારાસભ્ય રાઘવજી પટેલનો પુત્ર છે.
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરી દીધું. મગફળીની ખરીદી કરવા માટે ગુજકોટ, ગુજકોમાસોલ, ગુજપ્રો, બનાસડેરી તથા સાબર ડેરીની સ્ટેટ એજન્સી તરીકે પસંદગી કરવામાં આવી અને ત્યારબાદ સરકારના મળતિયાઓ દ્વારા 259 જેટલા મગફળી ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી હતી તેમજ આ ભાજપ સરકારના મળતિયાઓ મારફતે કોઈપણ પ્રકારની સુરક્ષા વગરનાં ગોડાઉનો ઉંચા ભાવથી ભાડે રાખવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x