આજે દેશભરમાં ઉજવાશે કરવા ચૌથ
હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આજે 1 નવેમ્બર 2023ના રોજ પરિણીત સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત ઉજવશે.આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે. કારતક માસની ચતુર્થી તિથિના કરવા ચોથ મનાવવામાં આવે છે.(ગુજરાતમાં આસો વદ ચોથ) હિંન્દુ ધર્મમાં પરણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે આ નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન કરીને પછી જ પોતાનું વ્રત ખોલે છે. આ વખતે કરવા ચોથ 1 નવેમ્બર 2023 ના રોજ મનાવવામાં આવશે, મહત્વનું છે કે કરવા ચોથ માટે ધર્મ-શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન જરૂરી છે. આ નિયમ પાળવામાં આવે તો જ કરવા ચોથનું પૂર્ણ ફળ મળશે. આવો જાણીએ કરવા ચોથ વ્રતની પૂજા મુહૂર્ત અને વિધિ.પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ (ગુજરાતમાં આસો વદ ચોથ) એટલે કે,
કરવા ચોથની તિથિ 31 ઓક્ટોબર મંગળવારે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે અને 1લી નવેમ્બરે રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, 1 નવેમ્બર 2023, બુધવારના રોજ કરવા ચોથ વ્રત રાખવામાં આવશે. કરવા ચોથનો ચંદ્ર રાત્રે 8.26 કલાકે રહેશે. કરવા ચોથના દિવસે ચંદ્રોદય પછી જ ચંદ્રની પૂજા કરીને તેને ખોલવામાં આવે છે. આ પહેલા કરવા ચોથની સાંજે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે, કરવા ચોથ પર પૂજાનો શુભ સમય સાંજે 5:44 થી 7:02 સુધીનો રહેશે. પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ વિશેષ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવ માટે આ વ્રત રાખ્યું હતું.
દ્રૌપદીએ પાંડવો માટે આ વ્રત રાખ્યું હતું. લગ્નના 16 કે 17 વર્ષ સુધી કરવા ચોથનું વ્રત કરવું ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલા કરવા ચોથનું વ્રત રાખે છે તેના પતિનું આયુષ્ય લાંબુ હોય છે. આ ઉપરાંત તેના દામ્પત્ય જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત રહે છે. જ્યારે અપરિણીત છોકરીઓ સારો પતિ મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખે છે.