ahemdabadગુજરાતરાષ્ટ્રીયવેપાર

અમેરિકામાં સરકારી ફંડ રોકાતાં FAA એ અમદાવાદ દુર્ઘટનાનો ડેટા આપવાનું બંધ કર્યું

અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 પ્લેન ક્રેશની તપાસ હવે અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે અટકી ગઈ છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેની તપાસ કરી રહેલી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઇન્ક્વાયરી સંબંધિત ડેટા આપવાનું બંધ કરી દીધું છે. 125થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકન લૉ ફર્મ બિસ્લે એલનના જણાવ્યા અનુસાર, 1 ઑક્ટોબરથી શરુ થયેલા શટડાઉનને કારણે FAA તરફથી ડેટા મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ફર્મના એટર્ની માઇકલ એન્ડ્રૂઝે કહ્યું કે, “અમે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન ઍક્ટ હેઠળ CVR, FDR, એન્જિન રિપોર્ટ અને ફોટો-વીડિયો મંગાવ્યા હતા, પરંતુ બધું અટકેલું છે.” આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો અને જમીન પરના 19 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનામાં ફક્ત બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જ બચી ગયો હતો. AAIBના વચગાળાના અહેવાલમાં (12 જુલાઈ) ‘ટેક ઑફ પછી તરત જ ફ્યૂલ કટ ઑફ’નો ઉલ્લેખ છે, પરંતુ પાઇલટ્સને દોષ આપવાના મામલે એન્ડ્રુઝે કહ્યું કે, “બોઇંગ 787 ઓટોમેટેડ છે, કોમ્પ્યુટર કમાન્ડ સિસ્ટમ નિષ્ફળતાનું કારણ બની શકે છે.” તેમણે કહ્યું કે CVR સંપૂર્ણપણે પ્રકાશિત ન થવાને કારણે પાઇલટ્સ સામે અન્યાયી આરોપો લાગ્યા. પીડિત પરિવારોએ ન્યાય માટે લાંબી રાહ જોવાની તૈયારી દર્શાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *