ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભાના 4 સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ કરાશે રજૂ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x