ભાવનગરમાં ક્ષત્રીય સમાજનાં વિસ્તારમાં ઈવીએમ મશીન બંધ પડતા મતદારોમાં રોષ
ભાવગરની મિલિટરી સોસાયટીમાં આવેલી સરકારી શાળામાં બુથ નંબર 225 પર બે ઇવીએમ બંધ પડતા મતદાન રોકાયું છે.આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની 25 સીટ પર આજે મત પડવાના છે. જોકે કેટલીક જગ્યાએ ઈવીએમમાં ખરાબ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં ઈવીએમ ખબાર થયાના સમાચાર છે. ભાવગરની મિલિટરી સોસાયટીમાં આવેલી સરકારી શાળામાં બુથ નંબર 225 પર બે ઇવીએમ બંધ પડતા મતદાન રોકાયું છે. ક્ષત્રીય સમાજનાં વિસ્તારમાં ઇવીએમ મશીનો બંધ પડતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અડધી કલાક થી મતદાન રોકાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મુલ્યવાન વોટ આપવા માટે અમદાવાદ રાણીપની નિશાન સ્કુલ પહોંચ્યા છે.તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. અહીં નિશાન સ્કૂલમાં સવારથી વોટિંગને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ ગરબે ઘૂમીને લોકતંત્રના પર્વની આવકાર્યું હતું. પીએમ મોદીએ અમદાવાદ રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલના મતદાન મથકની મતદાન કર્યું. લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. આ સિવાય કર્ણાટકની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થશે. નોંધનિય છે કે, અત્યાર સુધી દેશમાં 190 લોકસભા સીટો પર મતદાન થઈ ચૂક્યું છે.
ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. ચાલો જાણીએ કે, વોટિંગ કયા સમયે શરૂ થશે અને ક્યાં અને શું વ્યવસ્થા છે.વાસ્તવમાં, 12 રાજ્યોની 93 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાત (25 બેઠકો), ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (11), આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), પશ્ચિમ મતદાન બંગાળ (4), દાદરા-નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકો પર ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની 26 બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે ગુજરાતમાં માત્ર 25 બેઠકો પર જ મતદાન થશે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.