ગુજરાત

ધોરણ 10માં સૌથી વધુ દીવનું 98.27% અને સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57% રિઝલ્ટ

આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં જ વાલીઓ અને શિક્ષકોની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું છે. જેમાં આ વર્ષે સૌથી વધુ દીવનું સૌથી વધુ 98.27 ટકા અને સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ વર્ષે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 84 ઝોનના 981 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં 3184 પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) અને 31829 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

આ પરીક્ષામાં કુલ 706370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 699598 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 577556 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165984 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 160451 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 78715 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા આવ્યું છે. આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17378 પરીક્ષાર્થીઓ પૈકી 16261 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 4981 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 30.63 ટકા આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x