સુરતના રાજુલાના વતની આહિરના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા
અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાના કોટડી ગામના મૂળ વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા માટે આવ્યા હતા. જ્યાં તેઓ પોઇચા માં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમા તેમને ખ્યાલ ન રહ્યો કે, નદીમાં ઉંડાઇ વધારે છે. નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબવા લાગ્યા હતા અને તેઓ બચાવોની બૂમો પાડતા સ્થાનિક યુવકો નાવિકો ડૂબી રહેલા લોકોને બચાવવા માટે પાણીમાં કુદી પડ્યા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકોએ પાણીમાંથી ડૂબતા આબાદ બચાવી લીધો હતો. પણ હજુ 7 લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચીને 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.
સુરત પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતનાં 8 લોકો ડૂબ્યા હતા. એક જ સોસાયટીનાં 8 લોકો ડૂબ્યા હતા. આઠમાંથી આખો બલદાણીયા પરિવાર પાણીમાં ડૂબ્યો હતો. તમામ સગા સબંધીઓ હતા. સુરતનાં ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં રહેવાસી છે. નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે.
નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગી
• ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.વ. 45) – પિતા
• આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ. 12) -દીકરો
• મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (ઉં.વ. 15) -દીકરો
• વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉં.વ. 11) -પિતરાઇ ભાઈ
• આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ. 7) -ભાણિયો
• ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.વ. 15) -પિતરાઈ ભાઈ
• ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉ.વ. 15) -પિતરાઈ ભાઈ