દક્ષિણ એશિયાના પ્રદૂષિત શહેરોની યાદીમાં ગુજરાતના અમદાવાદ અને ચાંદખેડાનો સમાવેશ
દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વિય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદ પણ આગળ છે. WHO પ્રમાણે અમદાવાદમાં પ્રદૂષિત એવા પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું છે.
જોકે અમદાવાદમાં એલિસબ્રિજ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પોલ્યૂશન મોનિયરિંગ સ્ક્રિન મુકવામાં આવ્યા છે છતાં પણ પોલ્યૂશનને નિયંત્રિત કરવાના કોઈ ઠોસ પગલા કારગર નિવડ્યા નથી. આમ તો અમદાવાદના તમામ વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત છે. ખાસ કરીને એસ.જી.હાઈવે, સી.જી.રોડ, આશ્રમરોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી બમણાં લેવલે પ્રભાવિત છે.
સાંજે 4 વાગ્યા પછી પીએમ 2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે જેની નોંધ આરોગ્ય સંસ્થાઓ લઈ રહી છે. પશ્ચિમમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે આ પ્રમાણ વધી રહ્યું છે. હાંસોલ, ચાંદખેડા, રાયખડમાં એરક્વાલિટી ઈન્ડેક્સ 120થી આગળ છે જે સંવેદનશીલ શરીર ધરાવતા લોકો માટે નુકસાન કારક છે. પ્રદૂષણના કારણે વધતા પીએમ 2.5ના કણો આખા શરીરને નુકસાન કરે છે. જેના કારણે દક્ષિણ અને પૂર્વિય એશિયામાં લાખો લોકો પ્રદૂષણના કારણે વહેલા મૃત્યુ પામે છે.
એશિયાના 18 શહેરો વાયુ પ્રદૂષણની વધુ પડતી અસરો નીચે આવી રહ્યા છે જેમાં એક કરોડે 2100 લોકો ગંભીર રીતે વાયુ પ્રદૂષણનો ભોગ બને છે. જે છેલ્લા દસ વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે. મોટા ભાગના શહેરોમાં કોઈપણ પ્રકારનું રુટિન એર મોનિટરિંગ ન થતું હોવાનું પણ જોવા મળ્યું છે. જેના કારણે ઝેરી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે.એક સ્ટડી પ્રમાણે એશિયન શહેરોને પ્રભાવિત કરનારા પ્રદૂષણને કારણે વર્ષે દોઢ લાખ લોકો સામાન્ય ઉંમર કરતાં વહેલા મૃત્યુ પામે છે. આ આંકડો 2005માં 50 હજારનો હતો જે અત્યારે 2.75 લાખે પહોંચ્યો છે.
બાંગ્લાદેશના ઢાકા અને ભારતના મુંબઈ-બેંગલોર સૌથી વધુ અસરકારક શહેરો છે. જ્યાં પીએમ 2.5ની અસર વિશેષ છે. છેલ્લા તેર વર્ષમાં દક્ષિણ એશિયાના શહેરોમાં પીએમ 2.5નું લેવલ ગંભીર રીતે વધી રહ્યું છે.
ઓછી કિંમતના પોલ્યુશન સેન્સર્સ, એર પોલ્યુશનના નિયમોનું ઉલ્લંઘન અને વ્હીકલની વધુ સંખ્યાથી ઓસમસ્યા વધુને વધુ ગંભીર થઈ રહી છે.સેટેલાઈટમાં સેટ કરેલા ઈન્સ્ટ્રુમેન્ટસથી જોવામાં આવતા યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના 18 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, ચિતાગોંગ, ઢાકા, હૈદરાબાદ, કરાચી, કોલકાતા, મુંબઈ, પૂણે અને સુરતનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં નાઈટ્રોજન ઓક્સાઈડ પીએમ 2.5 સાઈઝના પાર્ટિકલ થકી નાગરિકોના ફેફસાંને નુકસાન કરી રહ્યો છે.