ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લીધાં
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ દર વર્ષે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિતે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા, મુખ્ય જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા સહિત અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લઈને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ થયાં હતાં.

