મહુડી તિર્થમાં 130 કિલો સોના અને 14 કરોડની ઉચાપાત મામલે ટ્રસ્ટી અને ગુરુભગવંતના એકબીજા પર આક્ષેપ
ગાંધીનગરના મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટીઓ પર 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની ઉચાપતના આક્ષેપ બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદના મધપુડા અંગે જૈન ધર્મના ચાર ગુરુભગવંતોએ પોતાનો મત રજૂ કર્યો છે. સાગર સમુદાયના સૌથી મોટા અને મહુડી તિર્થની સ્થાપના કરનારા બુદ્ધિસાગર મહારાજ સાહેબ પછીના સૌથી મોટા તપગચ્છાધિપછી મનોહર કીર્તિ સાગર સુરિશ્વરના મ. સા. એ આ કહ્યું છે કે, “મહુડી જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મારું સન્માન જાળવતા નથી આ કારણથી છેલ્લા કેટલાક વર્ષોથી મહુડી તિર્થમાં વિહાર કરતો નથી.” તો બીજી તરફ જેમની સામે આક્ષેપ છે તેવા ભૂપેન્દ્ર વોરાએ કહ્યું કે, “તેમની સામે ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સાથે મહુડી તિર્થનું સંચાલન ટ્રસ્ટ જ કરશે. ગુરુભગવંતોએ માત્ર ભક્તિ અને સાધના કરવી જોઈએ.
મહુડી તિર્થના વિવાદ અંગે મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ જણાવ્યું કે, “અંકિત મહેતા અને જયેશ મહેતાને ટ્રસ્ટી બનાવવામાં નe આવતા તે કાવાદાવા કરીને ખોટા આક્ષેપો કરી રહ્યા છે. મંદિરમાંથી એક ગ્રામ પણ સોનાની ચોરી થઈ નથી. જો કંઈ પકડાશે તો કોઈ પણ સજા ભોગવવા માટે તૈયાર છું. કેટલાક ગુરુ ભગવંતો મહુડી તિર્થનું સંચાલન કરવું છે પરંતુ મહુડી તિર્થનું સંચાલન ટ્રસ્ટ મારફતે જ કરવામાં આવશે. ગુરુભગવંતોને માત્ર ભક્તિ, સાધના કરવી જોઈએ.
તો મહુડી તિર્થના વિવાદમાં અંકિત મહેતા પર થયેલા આક્ષેપ પર અંકિત મહેતાના પક્ષે ટ્રસ્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ” મહુડી તિર્થમાં દાનમાં મળેલા 14 કરોડ ઉપરાંત 130 કિલો સોનાની ઉચાપત થઈ છે. થોડાક વર્ષ પહેલાં નોટબંધી વખતે ટ્રસ્ટના નામે 20% કમિશન લઈને આર્થિક લાભ માટે નાણા બદલ્યા હતાં. તો મંદિરમાં દાનમાં આવતી ભેટ-સોગાદોની ચોપડે નોંધ થતી નથી અને ભંડાર પત્રકમાં છેડછાડ કરવામાં આવે છે.
મનોહર કીર્તિ સાગર સુરિશ્વરના મ.સા. (સાગર સમુદાયના સૌથી મોટા અને મહુડી તીર્થની સ્થાપના કરનારા બુદ્ધિસાગર મહારાજ સાહેબ પછીના સૌથી મોટા તપગચ્છાધિપછી)એ જણાવ્યું કે, “હું 15 વર્ષથી મહુડી તિર્થમાં જતો નથી કેમ કે, ત્યાં મારું સન્માન જળવાતું નથી. હું મારા ધર્મગુરુનો પ્રચાર કરું છે અને ધર્મમાં આસ્થા રાખું છું. મહુડી જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મારું સન્માન જાળવતા નથી, આ કારણથી છેલ્લા કેટલાક વર્ષોથી મહુડી તિર્થમાં વિહાર કરતો નથી. મારી સંસ્થા વિજાપુરના વહીવટમાં પણ પડતો નથી. બીજી ટ્રસ્ટીઓ જે 130 કિલો સોના અંગે આક્ષેપ કરી રહ્યા છે તેનો જવાબ આપવો જોઈએ.
નંદીઘોષ સુરિશ્વરજીએ જણાવ્યું કે, “જૈન દર્શનના જે 7 ક્ષેત્ર કહ્યા છે તેમાં જે પ્રમાણે મુની સંમેલનમાં ઠરાવ થયા હોય તે શાસનકાળ ગુરુભગવંતોએ જરૂર પ્રમાણે નિતી નિયમો બનાવ્યા હોય તે મુજબ જ ટ્રસ્ટનો વહીવટ ચાલવો જોઈએ અને ન ચાલે તો એવા ટ્રસ્ટીઓને દૂર કરવાની સત્તા ગુરુ ભગવંતો પાસે હોવી જોઈએ. શસ્ત્ર અને સિદ્ધાંત વિરુદ્ધ વહીવટ થતો હોય તો તેવા ટ્રસ્ટીઓને દૂર કરવાની સત્તા ગુરુ ભગવંતની પાસે હોવી જોઈએ. ટ્રસ્ટીઓ સિદ્ધાંતો સાચવતા ના હોય તો તેમને દૂર કરવા જોઈએ. ગુરુ ભગવંત દ્વારા ટ્રસ્ટી બનીને વહીવટ કરી શકાય નહીં. મહુડી તિર્થ ધામની બદનામી થાય એ જૈન સમાજ માટે મોટું કલંક કહેવાય.
રાષ્ટ્રીય સંત પદ્મસાગર સુરિશ્વરજીએ મહુડી તિર્થ પર થતા આક્ષેપો અંગે કહ્યું કે, “આ ખૂબ જ દુર્ભાગ્યની વાત છે. અમો આ તિર્થની ગુરુ પરંપરામાં આવી રહ્યા છીએ. 2017માં જ્યારે ટ્રસ્ટ પર આક્ષેપ થયા હતા ત્યારે અમારા અગ્રણી મહારાજ સાહેબો મહુડી તિર્થ ગયા અને આ બાબતે તપાસ કરતા કંઈ ન મળતા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. કોઈ પણ ટ્રસ્ટ ગુરુભગવંતોનું માર્ગદર્શન મેળવી શકે છે. તેમ જ ન્યાયાલય જે નિર્ણય આપશે તે સીરો માન્ય ગણાશે.”
તપગચ્છાધિપતિ રાજયશ સુરિશ્વરજીએ કહ્યું કે, “તિર્થ ધામ મહુડી વિશે જે વાત સામે આવી રહી છે તે દુઃખદ છે. જૈનો મહાજન છે તેઓ દ્વારા અથવા જૈન ગુરુઓ દ્વારા પણ સત્ય કે અસત્યનો નિર્ણય થઈ શકે છે. ન્યૂઝમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાથી મહુડી તીર્થના જૈન ભક્તગણમાં ગેરસમજ ફેલાય રહી છે ના છૂટકે પણ કોર્ટમાં મેટર પહોંચી ગઈ હોય તો ન્યૂઝમાં પણ ચુકાદા સુધી આ અંગેના સમાચારો પ્રકાશિત કરવા બંધ કરી દેવા જોઈએ.