ગાંધીનગરગુજરાત

ગાંધીનગરની સ્કુલમાં અગ્નિકાંડ થતાં થતાં રહી ગયો, વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી

ગાંધીનગરના કોબા સર્કલ પાસે અડાલજ તરફ જવાના રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે એસી માં શોટ સર્કિટના કારણે આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ પીવીસી સીલિંગના સ્ટ્રક્ચર વાળી એડમિન ઓફિસમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ઓફિસનું ટેબલ ખુરશી સહીતનું ફર્નિચર તેમજ કોમ્પ્યુટરો ઉપરાંતનો સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને વધુ પ્રસરતા અટકાવી દેવામાં આવી હતી. જો કે સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
ગાંધીનગરનાં કોબા અડાલજ રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે લાગેલી ભીષણ આગમાં એડ્મિન ઓફિસ બળીને ખાખ થઈ ગઈ છે. દિલ્હી પબ્લિક સ્કૂલમાં હાલમાં વેકેશન ચાલતું હોવાથી જુજ એડ્મિનિસ્ટ્રેટર સ્ટાફ ફરજ પર હાજર હતો. આ દરમ્યાન એડમીન ઓફિસના એર કન્ડિશનરમાં શોટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર એડમીન ઓફિસને ઝપેટમાં લઈ લીધી હતી.
અચાનક ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડા બહાર બહાર આવવા લાગ્યા હતા. અહીં પીવીસી સીલિંગ વાળી ઓફિસમાં ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટેબલ ખુરશી સહિતનું ફર્નિચર, કોમ્પ્યુટર, સ્ટેશનરી સહિતનો સર સામાન ભડભડ સળગવા લાગ્યો હતો. જે અંગે જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને સ્કૂલમાં કાર્યરત ફાયર સિસ્ટમની મદદથી આગને વધુ પ્રસરતા અટકાવી દેવામાં આવી હતી. ત્યારે સ્કૂલમાં વેકેશન હોવાથી સદનસીબે વિધાર્થીઓ સ્કૂલમાં હાજર ન હતા.
આ અંગે ચીફ ફાયર ઓફિસર દસ્તૂરે જણાવ્યું હતું કે, એસીમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા એડમીન ઓફિસમાં આગ લાગી હતી. જેમાં ફર્નિચર, કોમ્પ્યુટર સહિતનો સામાન સળગી ગયો હતો. વેકેશનનો માહોલ હોવાથી વિધાર્થીઓ સ્કૂલમાં નહોતા. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલની ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં હોવાથી એનાથી જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. વધુમાં ચીફ ફાયર ઓફિસર દસ્તૂરે ઉમેર્યું હતું કે, DPS સ્કૂલમાં ફાયર સિસ્ટમ એક્ટિવ કન્ડિશનમાં હતી. પરંતુ ફાયર એનઓસી એક્સ્પાયર્ડ થઈ ગઈ હોવાથી સ્કૂલને સીલ મારી દેવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x