રાષ્ટ્રીય

250 બેઠકના વલણોમાં NDA 150 પાર, I.N.D.I.A. 90 બેઠક પર આગળ, વારાણસીથી PM મોદીને લીડ

લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. 8000 પૈકી 16 ટકા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતાં. 6 ટકા ઉમેદવારો રાજય કક્ષાના પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતાં. જ્યારે 47 ટકા ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા રહ્યાં હતાં તેમ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

બારામતીથી શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે વલણોમાં પાછળ

8:30 AM

શરૂઆતના 250 બેઠકોના વલણોમાં NDA 152 અને I.N.D.I.A. 90 બેઠક પર આગળ

8:26 AM

શરૂઆતના 200 બેઠકોના વલણોમાં NDA 122 અને I.N.D.I.A. 76 બેઠક પર આગળ

8:26 AM

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી આગળ, મેનપુરીથી ડિમ્પલ યાદવનેે શરૂઆતના વલણોમાંં લીડ

8:25 AM

વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતના વલણોમાં આગળ

8:20 AM

શરૂઆતની 180 બેઠકોના વલણોમાં NDA 110 અને I.N.D.I.A. 64 બેઠક પર આગળ

8:17 AM

શરૂઆતની 101 બેઠકોના વલણોમાં NDA 56 અને I.N.D.I.A. 41 બેઠક પર આગળ

8:15 AM

ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી સીઆર પાટીલ તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ

8:12 AM

કન્નૌજ બેઠક પરથી અખિલેશ યાદવ શરૂઆતના વલણોમાં આગળ

8:11 AM

શરૂઆતના વલણોમાં રાહુલ ગાંધી વાયનાડથી આગળ ચાલી રહ્યાં છે

8:10 AM

કૈરાનામાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ આગળ

લોકસભા ચૂંટણીના પહેલા સમાચાર યુપીની કૈરાના સીટ પરથી આવ્યા છે. અહીં ભાજપના ઉમેદવાર પ્રદીપ ચૌધરીએ પોસ્ટલ બેલેટની મતગણતરીમાં લીડ મેળવી છે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સપાના ઉમેદવાર ઇકરા હસન પાછળ ચાલી રહ્યા છે.

8:09 AM

લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

8:06 AM

શરૂઆતના વલણોમાં એનડીએ 7, I.N.D.I.A. 3 બેઠકો પર આગળ, હરિયાણામાં I.N.D.I.A. નું ખાતું ખૂલ્યું

8:05 AM

પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ સામે આવ્યું, એનડીએ 5 બેઠકો પર આગળ

8:00 AM

મતગણતરી શરૂ થઈ, શરૂઆતના વલણો જાહેર થવાનું શરૂ

7:58 AM

પહેલા બેલેટ પેપર અને બાદમાં EVMના મતોની ગણતરી કરાશે

સવાર આઠ વાગ્યે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા. સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. એક કલાક સુધી બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. બાદમાં EVMની મતગણતરી કરવામાં આવશે.

7:56 AM

પરિણામ જાહેર થાય તે પહેલાં જ પ.બંગાળમાં જોરદાર વિસ્ફોટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ

લોકસભા ચૂંટણીની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ દરમિયાન પશ્ચિમ બંગાળના જાદવપુરમાં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ભાંગુડના બ્લોક 2ના ઉત્તર કાશીપુરના ચલતાબેરિયામાં થયેલા વિસ્ફોટમાં ISFના પંચાયત સભ્ય સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી છે. બંગાળ પોલીસે જણાવ્યું કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. તમામ ઘાયલોની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x