રાષ્ટ્રીય

ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 60 બેઠક પર આગળ, વિધાનસભાની 147 બેઠક પર મતગણતરી ચાલુ

ઓડિશા વિધાનસભા ચૂંટણીની તમામ બેઠકોની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજ્યની 147 બેઠકો પર ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. બપોર સુધીમાં કોની સરકાર બનશે તે જાણી શકાશે. નવીન પટનાયક ફરી પાછી સરકાર બનાવશે કે નહીં, રાજ્યમાં પહેલીવાર સત્તા કબજે કરવાનું બીજેપીનું સપનું પૂરું થશે કે કેમ તેના પર સૌની નજર છે.

ઓડિશાની બ્રજરાજનગર વિધાનસભા બેઠક પરથી બીજેપીના સુરેશ પૂજારી 1679 મતોથી આગળ છે. આ બેઠક પર પણ મત ગણતરીના 19 રાઉન્ડ થવાના છે. અત્યાર સુધીમાં કુલ 5258 મતોની ગણતરી થઈ ચૂકી છે. બીજેડીના દીપાલી દાસ ઓડિશાની ઝારસુગુડા સીટથી 867 મતોથી આગળ ચાલી રહ્યા છે. અહીં પ્રથમ રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે અને કુલ 19 રાઉન્ડની મતગણતરી થવાની છે. ઓડિશા વિધાનસભાની 118 બેઠકોમાંથી 60 બેઠકો પર ભાજપ અને 45 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ 9 બેઠકો, સીપીઆઈ(એમ) 1, જેએમએમ 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

નવીન પટનાયકે લગભગ અઢી દાયકાથી મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો છે. 1 જૂને યોજાયેલી ચૂંટણી બાદ જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં રાજ્યમાં નજીકની હરીફાઈ દર્શાવવામાં આવી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ભાજપને 42% વોટ શેર મળી રહ્યો છે, તો બીજેડીને પણ 42% વોટ શેર મળી રહ્યો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 23, કોંગ્રેસને 9, CPI(M)ને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. બીજેડીને આ ચૂંટણીમાં લગભગ 45% વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને લગભગ 33% વોટ મળ્યા હતા. કોંગ્રેસને 16% અને અન્યને 6% વોટ મળ્યા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન, પીએમ મોદી અને ભાજપે સીએમ નવીન પટનાયકની તબિયતને લઈને બીજેડી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મુખ્યમંત્રી કેવી રીતે તમિલનાડુના જૂના અમલદાર વીકે પાંડિયનને રાજ્યની બાગડોર સોંપવા માંગે છે. જ્યારે બીજેડીએ પોતાની લોક કલ્યાણકારી યોજનાઓને લોકો સમક્ષ મૂકીને પ્રચાર કર્યો હતો. 2024ની વિધાનસભા ચૂંટણીમાં નવીન પટનાયક બીજેડી તરફથી મેદાનમાં હતા, તો બીજી તરફ, ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના આધારે કોઈપણ પ્રાદેશિક ચહેરા વગર આ ચૂંટણી લડી હતી. ઓડિશા વિધાનસભાની 147 બેઠકો અને લોકસભાની 21 બેઠકો માટે 13 મેથી 1 જૂન સુધી ચાર તબક્કામાં મતદાન થયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x