રાષ્ટ્રીય

કંગનાને લાફો મારનાર કુલવિંદરનું મોટું નિવેદન ‘માતાના સન્માન માટે આવી હજાર નોકરીઓને લાત મારું

ભાજપની સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનારી કુલવિંદર કૌરે જણાવ્યું હતું કે મને નોકરી ગુમાવવાનો ડર નથી. હું મારી માતાના સન્માન માટે આવી હજારો નોકરીઓ જતી કરી શકું છું. આ પ્રકારનું ટવીટ પણ તેણે કર્યુ હતુ. કંગનાને થપ્પડ મારનારી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે અને ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. તેની સામે હવે કેસ પણ નોંધાયો છે. આ દરમિયાન  એવા પણ સમાચાર છે કે કુલવિંદર કૌર આ મુદ્દે માફી માંગી રહી છે અને કહી રહી છે કે તે ભાવનામાં વહી ગઈ હતી.

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભામાં વિજય મેળવનારી ભાજપની સાંસદ કંગના રણૌત દિલ્હી જતી ફ્લાઇટની રાહ જોઈ રહી હતી ત્યારે સીઆઈએસએફ (સીઆઇએસએફ)ની કર્મચારી કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી. ૨૦૨૦માં મોદી સરકાર સામે ખેડૂતો આંદોલન પર ચડયા હતા ત્યારે કંગનાએ જણાવ્યું હતું કે ખેડૂતોની સાથે મહિલાઓ ૧૦૦-૧૦૦ રુપિયા લઈને બેસે છે. આને લઈને કુલવિંદર કૌર ગુસ્સામાં હતી. તેણે જણાવ્યું હતું કે મારી માતા આ આંદોલનમાં બેઠી હતી તે શું ૧૦૦ રુપિયા માટે બેઠી હતી. આ ઉપરાંત આ મુદ્દે મહિલા પોલીસ કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી તો ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી પણ પંજાબના કેટલાક ખેડૂત નેતાઓએ ઉચ્ચારી છે.

કંગનાએ આ થપ્પડ અંગે જણાવ્યું હતું કે મને ડર છે કે પંજાબમાં ફરી પાછો આતંકવાદ ઊભો થઈ રહ્યો છે. જો એક સાંસદને આ રીતે આવીને કોઈ એક વ્યક્તિ ઠપ્પડ મારી જતી હોય તો પછી પંજાબમાં સામાન્ય લોકો કઈ સ્થિતિમાં જીવતા હશે તેની કલ્પના કરવી રહી. આશ્ચયની વાત તો એ છે કે આ સાંસદને થપ્પડ મારનારી સીઆઇએસએફની કર્મચારી સામે હજી સુધી કેસ સુદ્ધા નોંધાયો નથી. તેની સામે એફઆઇઆર પણ થઈ નથી.

આ જ મુદ્દા પર સીઆઇએસએફના ટોચના અધિકારી વિનય કાજલાનું કહેવું છે કે કંગનાને થપ્પડ જડવા અંગે કુલવિંદર માફી માંગી રહી છે. હાલમાં તો મોહાલી પોલીસે કુલવિંદર કૌરની સામે સેકશન ૩૨૩ અને ૩૪૧ હેઠળ કેસ નોંધાયો છે. બંને કેસની જોગવાઈ હેઠળ તેને જામીન મળી શકે છે. વિનય કાજલાએ સ્વીકાર્યુ હતું કે સલામતીમાં ભૂલ થઈ છે અને તેની તપાસ શરૂ થઈ ચૂકી છે.

કાજલાનું કહેવું છે કે આ મામલાને લઈને કુલવિંદર કૌર માફી માંગી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે મેં પોતે કંગના સાથે મુલાકાત કરી હતી. મેં પોતે પણ તેમની માફી માંગી છે. આ દરમિયાન કુલવિંદર કૌર પૂછી રહી હતી કે કુલવિંદર કોણ છે અને તેનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ શું છે. તેણે મને થપ્પડ મારવાનો પ્રયત્ન કેમ કર્યો. તેની ધરપકડ કેમ કરાઈ નથી. ડીઆઇજીએ જણાવ્યું હતું કે મેં તેમને સમજાવ્યું કે આ ભાવનાત્મક કિસ્સો હતો. તેણે ભાવુકતામાં આવી આ કેસને અંજામ આપ્યો. કુલવિંદરના પતિ પણ સીઆઇએસએફમાં નોકરી કરે છે અને ડોગ સ્કવોડમાં છે.

 

 

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x