રાષ્ટ્રીય

આજથી એક્શન મોડમાં જોવા મળશે મોદી સરકારના 71 મંત્રી, મંત્રાલય જઈને કામ કરવાના અપાયા આદેશ

નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 30 કેબિનેટ મંત્રીઓ સહિત કુલ 71 મંત્રીઓએ શપથ લીધા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે પીએમઓમાં જઈને ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે મોદી સરકારના તમામ મંત્રીઓને ચાર્જ સંભાળ્યા બાદ તરત જ તેમની ઓફિસમાં જઈને કામ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદી(Narendra Modi)એ રવિવારે સાંજે 9 જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 30 કેબિનેટ મંત્રીઓ સહિત કુલ 71 મંત્રીઓએ શપથ લીધા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે PMOમાં જઈને ચાર્જ સંભાળ્યો હતો.
આ સાથે મોદી સરકારના તમામ મંત્રીઓને ચાર્જ સંભાળ્યા બાદ તરત જ તેમની ઓફિસમાં જઈને કામ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આજે મંગળવારે સવારે 9 વાગ્યે પૂજા અર્ચના કર્યા પછી મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ તેમના મંત્રાલયનું કામ સંભાળશે.

સોમવારના રોજ તમામ મંત્રીઓને તેમના વિભાગની વહેંચણી કરવામાં આવી હતી. રાજનાથ સિંહને સંરક્ષણ ખાતું, અમિત શાહને ગૃહ વિભાગ ખાતું, નિર્મલા સીતારમણને ફાઇનાન્સ ખાતું અને એસ. જયશંકર વિદેશ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x