રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટનામાં 10થી વધુ મોત, મૃતકોને રૂ. 10-10 લાખના વળતરની જાહેરાત

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ બચાવ કાર્ય પૂર્ણ થયું છે. આ ગંભીર ઘટનામાં લોકો પાયલોટ અને ગાર્ડ પણ બચ્યા ન હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકો પાયલોટે સિગ્નલની અવગણના કરી હતી. કેન્દ્ર સરકારે મૃતકોના પરિજનોને સહાય આપવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાઓ પહોંચી છે તેઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 2 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી.

પશ્ચિમ બંગાળના આજે સાવારે લગભગ 9.30 વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને લઈને જઈ રહેલી ટ્રેન નંબર 13174 કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કર્ય શરુ કરી દીધું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગેસ કટરથી ડબ્બા તોડીને લોકોને બહાર કઢાયા

આ દુર્ઘટનાને પગલે રેલવે મંત્રી ઘટનાસ્થળે જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે ગેસ કટરથી ડબ્બા તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે ટ્રેનના લોકો પાયલટે સિગ્નલની અવગણના કરી હતી. દાર્જિલિંગ જિલ્લામાં રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે ‘બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. લોકો પાયલોટ (ટ્રેનના ડ્રાઈવરે)એ સિગ્નલની અવગણના કરી હતી. અને અકસ્માતમાં લોકો પાયલોટ તેમજ ગાર્ડનું પણ મોત થયું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું કે, NFR ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, NDRF અને SDRFની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે

• સિયાલદહમાં હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવ્યો

033-23508794

033-23833326

• ગુવાહાટી રેલવે સ્ટેશન માટે હેલ્પલાઈન નંબર

03612731621

03612731622

03612731623

• LMG હેલ્પલાઇન નંબર

03674263958

03674263831

03674263120

03674263126

03674263858

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x