આંતરરાષ્ટ્રીય

વિશ્વભરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે પીએમ મોદીથી લઈને ઘણા મંત્રીઓ સુધી બધા યોગ દિવસનો ભાગ બની રહ્યાં છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે યોગ દિવસની ઉજવણીની પહેલ ભારતમાંથી જ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું.

અમેરિકાના ન્યુયોર્કમાં પણ ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં હતાં. ઉત્સાહભેર લોકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા હતા. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દિલ્હીમાં રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મથુરામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય લોકોએ યોગ કર્યા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં યોગ સેશનમાં ભાગ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x