આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની આગાહી
આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મંગળવારથી અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી ચૂક્યો છે 20.15 ટકા વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29.15 ટકા, તો કચ્છમાં વરસ્યો 25.59 ટકા વરસાદ પડ્યો છે.ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 20.97 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 13.71 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 12.95 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે.ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે વધુ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું થઈ શકે છે નિર્માણ. રથયાત્રાના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં વરસી શકે છે હળવો વરસાદ.