રાષ્ટ્રીય

સારંગપુરમાં પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ,  પાટીલે કહ્યું – આ બેઠકમાં નવા પ્રમુખની વરણી કરવા પદાધિકારીઓને જણાવ્યું છે

  આજે બોટાદના સાળંગપુરમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક મળવાની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર છે. બેઠકમાં નારાજ કાર્યકર્તાઓને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવી શકે છે. તેમજ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. બેઠકમાં  વડાપ્રધાન મોદીનો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

બેઠકને લઈને પાટીલે જણાવ્યું છે કે, પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત રાષ્ટ્રીય નેતૃત્વને કરવામાં આવી છે. રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન નવા પ્રમુખની પસંદગી કરવા તમામ રાજ્ય પદાઅધિકારીઓને વિનંતી કરી છે. સૌને સાથે લઈને ચાલનાર નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવો જોઈએ. એક વ્યક્તિ એક પદ હોવી જોઈએ.

 બપોર બાદ લોકસભા ચૂંટણી અને આગામી ચૂંટણીઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી શકે તેમજ અન્ય હોદ્દેદારો અંગે પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કારોબારી બેઠક પૂર્ણ કરવામાં આવશે.

આ બેઠકમાં કોણ કોણ હાજર છે

બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, રાજ્ય સંગઠન મંત્રી રત્નાકરજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદસભ્ય, ધારાસભ્ય, સંગઠનના સભ્યો, શહેર જિલ્લા પ્રમુખો સહિતના કાર્યકર્તાઓ આ બેઠકમાં હાજર રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x