દહેગામ તાલુકામાં બીટ વાઈઝ કલસ્ટર મુજબ આચાર્ય અને શિક્ષકોની તાલીમ યોજાઇ
આજરોજ સમગ્ર શિક્ષા આયોજિત સક્ષમ શાળા પ્રોજેક્ટ અંતર્ગત દહેગામ તાલુકામાં બીટ વાઈઝ કલસ્ટર મુજબ આચાર્ય અને શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં રખિયાલ બીટના જીંડવા, કડજોદરા, લીહોડા,ખાનપુર, રખિયાલ અને પાટનાકુવા કલસ્ટરની તાલીમનું આયોજન લોકનાદ બી.એડ.કોલેજ ખાતે કરવામાં આવેલ હતું.જેના ભાગરૂપે સક્ષમ શાળા તાલીમ સંદર્ભે આચાર્યો અને શિક્ષકોને અહમદપુર પ્રાથમિક શાળાની ઍક્સપોઝર વિઝિટ કરાવવામાં આવી.જ્યાં શાળાની તમામ ભૌતિક અને શૈક્ષણિક બાબતોની જાણકારી મેળવવામાં આવી.
શાળાની ફાયર સુવિધાનો ડેમો કરવામાં આવ્યો.શાળામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની જાણકારી આપવામાં આવી.આ દરમિયાન જિલ્લા પ્રોજેકટ કચેરી,ગાંધીનગરથી ટીચર ટ્રેનિંગ કો.ઓર્ડિનેટરશ્રી જિજ્ઞાબેન તથા બી.આર.સી. કો ઓર્ડિનેટર દિલીપભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.મુલાકાત દરમિયાન ઉપસ્થિત તમામ આચાર્યશ્રી અને શિક્ષકો શાળાની કામગીરીથી પ્રભાવિત થયા હતા.