GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો
ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી અન્ય ખાનગી મેડીકલ કોલેજની સરખામણીએ ઘણી ઓછી અને સમાજના તમામ વર્ગને પરવડે તેવી હતી. તાજેતરમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો
મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે GMERS સંચાલિત તબીબી કોલેજની ફીમાં ઘટડો કર્યો છે. સરકારે વિરોધના કારણે ઘટાડો કર્યો છે. સરકારી ક્વોટા 3.75 લાખ ફી રહેશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખની ફી રહેશે.
ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી અન્ય ખાનગી મેડીકલ કોલેજની સરખામણીએ ઘણી ઓછી અને સમાજના તમામ વર્ગને પરવડે તેવી હતી. પરંતુ તાજેતરમાં GMERS સંચાલિત તમામ મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો હતો. આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો હતો..જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નેતાઓ કરી રહ્યા હતા. સરકારી ક્વોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ હતી, તો મેનેજમેન્ટ ક્વોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ હતી, જ્યારે NRI ક્વોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી હતી.
સરકારી ક્વોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે. આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.