Uncategorizedગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ

કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.

20મી જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 21 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પડી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x