ઓમ શાંતિ બ્રહ્માકુમારી વાવોલ સેવા કેન્દ્ર પર રાજ્યોગનો અભ્યાસ કરતા 40 દંપતિઓનું સન્માન કરાયું
ઓમ શાંતિ બ્રહ્માકુમારી વાવોલ સેવા કેન્દ્ર પર રાજ્યોગનો અભ્યાસ કરતા 40 જેટલા તપસ્વી યુગલ (દંપતિ)ઓનું સન્માનનો કાર્યક્રમ નું આયોજન થયું
આ કાર્યક્રમમાં બાપુનગર સેવા કેન્દ્રના રાજયોગીની બ્રહ્માકુમારી ભાનુ દીદી તપસ્વી જીવન ગ્રહસ્થમાં રહીને જેવો રેગ્યુલર જ્ઞાનયોગ નો અભ્યાસ કરે છે તેવા ભાઈ બહેનોને ખૂબ ધન્યવાદ પાઠવ્યા તપસ્યાથી જ ઘર મંદિર બને છે તે વિષય પર દીદીજીએ પ્રેરણાઓ આપી તથા વાવોલ શનિદેવ મંદિરના મહારાજ શ્રી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા બધા જ 200 જેટલા બ્રહ્મા કુમાર ભાઈ બહેનો સાથે મળીને આ કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો.
કેન્ડલ લાઇટિંગ સાથે બધા જ ભાઈ બહેનોએ હાથમાં દીવા સાથે ખુબ સુંદર રોશની સાથે દિલમાં વિશેષ વિશ્વ કલ્યાણના શુભ સંકલ્પ લીધા
આ પ્રસંગે વાવોલ સેવા કેન્દ્રના સંચાલિકા હંસા દીદી એ જણાવ્યું હતું કે કલિયુગના અતિના સમયમાં સ્વયમની રક્ષા અને પરિવારની રક્ષા માટે આ રાજ્યોગ જ સહેજ ઉપાય છે જે મન ને સમસ્યાઓથી પરે રાખે છે અંતે સર્વ ભાઈ બહેનો સાથે મળીને પરમાત્માનો ભોગ સ્વીકાર કર્યો હતો.