વડોદરામાં કાયમી કરવાની માંગ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મીઓના ધરણાં
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ – 4 ના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કામકાજ ખોરવાયું છે. કોર્ટમાં કેસ જીતી ગયા બાદ પણ પાલિકા દ્વારા તેને લાગુ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ અંગે અગાઉ સક્ષમ અધિકારીને આવેદન પત્ર આપીને ઘટતું કરવા માંગ કરી હતી. પરંતુ કોઇ ઠોસ નિર્ણય ના આવતા આખરે આજે 500 જેટલા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. હડતાલ પર ઉતરેલા કર્મીએ જણાવ્યું કે, 03 – 03 – 1992 થી પ્રોબેશન પર કામ કરતા કર્મચારીઓને 30 વર્ષ થયા છે. 1977 થી અમે હંગામી કામ કરતા હતા. એટલે 47 વર્ષ થયા છે. તેઓ કાયમી નથી કરતા, અમે હાઇકોર્ટ, લેબર કોર્ટ ગયા છીએ, જીતી ગયા છે. શિક્ષણ સમિતિએ તેની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી દીધો છે. પાલિકાએ સામાન્ય સભામાં તે ઠરાવને મુલતવી રાખ્યો છે.