ડિજિટલ ઇન્ડિયા CSC અંતર્ગત ગાંધીનગર કલેક્ટરના હસ્તે મોબાઈલ વાનનું ફ્લેગ ઑફ કરાયું
ગ્રામીણ ભારતમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા અને ડિજિટલ સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટેના નોંધપાત્ર પગલામાં, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ડિજિટલ ઈન્ડિયા કોમન સર્વિસ સેન્ટર (DICSC) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી દ્વારા કલેકટર ઓફિસથી ભારત સરકાર નો પાયલોટ પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેંટર (Ministry of IT.Gov.in) ડિજિટલ યોજનાની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ વાન નું ફ્લેગ ઑફ કરવામાં આવ્યું.
આ વાન દ્વારા ગાંધીનગર જિલ્લાના દરેક ગામમા સીએસસી દ્વારા ભારત સરકાર ની સેવાઓ જેવી કે, આધાર કાર્ડ,ઈશ્રમ કાર્ડ, રાશન કાર્ડ ekyc, ખેડૂત રજીસ્ટ્રેશન વગેરે સેવાઓ ગામમાં જ આપવામાં આવશે.