ગાંધીનગર

23 જાન્યુઆરીના રોજ ચરાડા ખાતે આયુષ મેગાકેમ્પનું આયોજન

પ્રધાનમંત્રી દ્વારા આયુષ પદ્ધતિને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેથી વર્ષ 2014 થી આયુષ મંત્રાલયની અલગ રચના કરવામાં આવી અને આયુષનું મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને વધુ લોકો માહિતગાર બને તે હેતુથી ગુજરાત રાજ્યના પ્રભાગ નિયામકશ્રી, આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, ગાંધીનગર દ્વારા ચરાડા ખાતે તા. ૨૩ જાન્યુઆરી- ૨૦૨5 રોજ કે.જી હાઈસ્કૂલ ,ચરાડા,માણસા તાલુકા ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરના ના ૦૨:૦૦કલાક સુધી આયુષ મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયુષ મેળાના મુખ્ય આકર્ષણોની વાત કરવામાં આવે તો દેશનું પ્રાકૃતિક પરીક્ષણ અભિયાન અંતર્ગત આયુષ મેળામાં આવતા લોકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવાનો નિર્ધાર, દંતોત્પાટન વગેરે મુખ્ય રહેશે.

આ સિવાય અન્ય વિના મૂલ્ય સેવાઓ જેવી કે, યોગ શિબિર, સ્ત્રી રોગ મર્મ ચિકિત્સા, ચામડીના રોગો, બાળ રોગો, લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડર, જનરલ આયુર્વેદિક ઓપીડી, જનરલ હોમિયોપેથી ઓપીડી, રોગ અનુસાર યોગ ઓપીડી તથા બી.પી અને ડાયાબિટીસ 9સુગર) ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ આયુષ મેળાનું બીજુ મહત્વનું આકર્ષણ એટલે આયુષ વિશેની જાણકારી પ્રદાન કરતા પ્રદર્શન છે. જેમાં ઋતુચર્યા, દિનચર્યા, વનસ્પતિ પ્રદર્શન, યોગ પ્રદર્શન અને પંચકર્મ અંગેની માહિતી આપતું પ્રદર્શન પણ નિહાળી શકાશે.

આ આયુષ મેળાનો મહત્તમ નગરજનો લાભ લઈ શકે અને આયુષ પદ્ધતિ દ્વારા થતી કામગીરી રૂબરૂ નિહાળી શકે અથવા તેનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x