ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર
રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)