આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ 100 ગણા ઉંચા શિખરની શોધ

પૃથ્વી પર, આફ્રિકા અને પેસિફિક મહાસાગરની સરહદ પર આવા બે વિશાળ પર્વતો મળી આવ્યા છે, જે માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણા ઊંચા છે. હાલમાં, માઉન્ટ એવરેસ્ટને વિશ્વનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે, પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આનાથી ઊંચા શિખરો પણ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. હિમાલય પર્વત પર 8 હજાર મીટર ઉંચાઇ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઉંચુ શિખર આવેલું છે, આધુનિક સુવિધાઓ વચ્ચે પણ એવરેસ્ટ સર કરવું મુશ્કેલ ગણાય છે તેમ છતાં અત્યાર સુધીમાં 6000 થી વધુ લોકો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી ચુકયા છે. પૃથ્વી પર માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણું ઉંચું શિખર પણ આવેલું છે.નેચર જર્નલમાં પ્રકાશિત થયેલી માહિતી મુજબ માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણો પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સરહદ પર આવેલો છે. સંશોધકોનું માનવું છે કે આ પર્વતો 1 અબજ વર્ષ કરતા પણ જુના છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પર્વતોની રચના એક રહસ્યમય છે. તે કેમ અને કેવી રીતે બન્યા છે તે સમજી શકાતું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x