રવિવારે “ગાંધીનગર સુઝુકી” ખાતે નવા સુઝુકી એક્સેસ સ્કૂટરનું લોન્ચિંગ
દેશની જાણીતી ટૂ વ્હીલર ઉત્પાદક કંપની સુઝુકી મોટરસાયકલે ભારતમાં નવી “BS6 Access 125” દિલ્હી ખાતે લોન્ચ કરી દીધી છે. હવે ગાંધીનગરમાં સેક્ટર-30માં જીટીએસ રોડ સ્થિત ઉમિયા ઓટોમોબાઇલ્સ ખાતે આગામી તા. 2 ફેબ્રુઆરી, રવિવારે સવારે 11 કલાકે લોન્ચ થઈ રહી છે જેની એક્સ શોરૂમ કિંમત 83,677 રૂપિયાથી લઈ 96,277 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલના હસ્તે ઉમિયા ઓટોમોબાઇલ્સના ડાયરેક્ટર પ્રકાશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ લોન્ચિંગ યોજાશે.
“સુઝુકી ગાંધીનગર” શોરૂમ ખાતે ઉમિયા ઓટોમોબાઇલ્સના સીઇઓ કિરીટસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે “આ નવા સ્કૂટરમાં પર્લ ડીપ બ્લૂ, મેટાલિક મેટ સિલ્વર, વ્હાઈટ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક અને મેટાલિક મેટ ગ્રેની કલર ઓપ્શનની સાથે એલોય ડ્રમ બ્રેક, એલોય ડિસ્ક બ્રેક, સ્ટીલ ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સાથે ભારતીય બજારમાં આ સ્કૂટરનું સ્પેશિયલ એડિશન પણ ઉપલબ્ધ છે. જોકે, સ્પેશિયલ એડિશન માત્ર 4 કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. ” ઉલ્લેખનીય છે કે સુઝુકી એક્સેસ સ્કૂટર એક લોકપ્રિય ટુવહીલર છે અને તેના નવા એડિશનમાં નવા ડ્યુઅલ કલરના ઓપશન સાથે બ્લુટુથ ઈનેબલ્ડ ડિજિટલ કોન્સોલ, વન-વે ક્લચ ફોર ક્વિક સ્ટાર્ટ, ફ્રન્ટ લોક ઓપરેટેડ એક્સ્ટર્નલ ફ્યુઅલ લીડ અને એલઇડી ટેઈલ લેમ્પ સહીતના નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે.