દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામો પર કેજરીવાલે આપ્યું નિવેદન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પોતાની હાર સ્વીકારતા કહ્યું કે, ‘જનતાનો જે પણ નિર્ણય છે, તે અમને સ્વીકાર્ય છે. ચૂંટણીમાં ભાજપની જીતને લઈને હું તેમને અભિનંદન પાઠવું છુ, જ્યારે જે આશય સાથે દિલ્હીની જનતાએ ભાજપને બહુમતી આપી છે, તેના પર તેઓ ખરા ઉતરશે.અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું. પરંતુ અમે સમાજ સેવા પણ કરીશું, લોકોના સુખ-દુઃખમાં મદદ કરીશું અને વ્યક્તિગત રીતે જેને પણ જરૂરત હશે, અમે હંમેશા કામ આવીશું. કારણ કે અમે સત્તા માટે રાજકારણમાં પ્રવેશ્યા નથી. છેલ્લે કેજરીવાલે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવી કામને સરાહયું હતું.